સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે કાર્યક્રમ યોજાયો
સાંસદ જશુભાઇ રાઠવા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા શપથ સહિત વાહનોનું લોકાર્પણ કરાયું
સાંસદ જશુભાઇ રાઠવા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા શપથ સહિત વાહનોનું લોકાર્પણ કરાયું
આજરોજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત “સ્વભાવ સ્વચ્છતા- સંસ્કાર સ્વચ્છતા” ના સૂત્ર સાથે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો હતો.
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના શુભારંભ અન્વયે છોટા ઉદેપુર જિલ્લા પંચાયત ખાતે સાંસદ જશુભાઇ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા શપથ લઈ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સાથે જ છોટા ઉદેપુર નગર પાલિકા ને સફાઈ માં ઉપયોગી ગાડી નું લોકાર્પણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં જિલ્લાના આગેવાનો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે દેશના વડાપ્રધાન મોદીજી ના જન્મદિન થી લઈ બીજી ઓક્ટોમ્બર મહાત્મા ગાંધીજી ના જન્મ દિવસ સુધી ઘર, નગર અને જિલ્લામાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું .