*છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા ની વડોદરા કલેકટર તરીકે બદલી , નવા કલેકટર તરીકે શ્રીમતિ ગાર્ગી જૈન ની નિમણુંક કરાઇ *
પ્રાયોજના વહીવટદાર સચિનકુમાર જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર સંભાળશે. પ્રાયોજના વહીવટદાર તરીકે કલ્પેશકૂમાર શર્મા ની નિમણૂક કરવામાં આવી
છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા ની વડોદરા કલેકટર તરીકે બદલી , નવા કલેકટર તરીકે શ્રીમતિ ગાર્ગી જૈન ની નિમણુંક કરાઇ
પ્રાયોજના વહીવટદાર સચિનકુમાર જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર સંભાળશે.
પ્રાયોજના વહીવટદાર તરીકે કલ્પેશકૂમાર શર્મા ની નિમણૂક કરવામાં આવી,
છોટા ઉદેપુર જિલ્લામાં મુખ્ય અધિકારી કલેકટર તરીકે ફરજ બજાવતા અનિલ ધામેલિયા IAS ની છોટા ઉદેપુર થી બદલી કરી વડોદરા કલેકટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે છોટા ઉદેપુર ના નવા કલેકટર તરીકે શ્રીમતિ ગાર્ગી જૈન ની નિમણુક કરાઇ છે. સાથે સાથે પ્રોજેક્ટ એડમીનીસ્ટ્રેટર નો હોદ્દો સંભાળતા IAS અધિકારી સચિનકુમાર ની છોટા ઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે તેઓ ઘણા સમયથી જિલ્લા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળતા હોય તેઓની કાયમી નિમણૂક કરી દેવામાં આવી છે. જ્યારે પ્રોજેક્ટ એડમીનીસ્ટ્રેટર તરીકે કલ્પેશકુમાર શર્મા IAS ની નિમણુક કરવામાં આવી છે.