*છોટાઉદેપુર નગરપાલિકાનું ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું કુલ 99 ઉમેદવારો મેદાનમાં*
પાંચ ઉમેદવારો એ ઉમેદવારી પાછી ખેંચી લેતા ૯૯ ઉમેદવારો ચૂંટણી જંગમાં
છોટાઉદેપુર નગરપાલિકાનું ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું કુલ 99 ઉમેદવારો મેદાનમાં
છોટાઉદેપુર નગરપાલિકા ની ચૂંટણી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ યોજવાની હોય જે અંગે વહીવટી તંત્ર દ્વારા પણ ભારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નિયમ પ્રમાણે ઉમેદવારી પત્રો ભરવા ની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી હોય જ્યારે ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ 3 ફેબ્રુઆરી હોય અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ આજરોજ ચાર ફેબ્રુઆરી નક્કી કરેલ હોય જે અન્વયે આજ રોજ પાંચ ઉમેદવારી પત્રો પરત ખેંચવામાં આવ્યા હતા. હવે કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે
અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકોની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાના હોય જે અંગે 324 જેટલા ફોર્મ નો ઉપાડ થયો હતો જે અંતર્ગત 142 જેટલા ફોર્મ ભરાયા હતા અને ફોર્મ ચકાસણી દરમિયાન 104 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા પરંતુ આજ રોજ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હોય જેમાં પાંચ ફોર્મ પરત ખેંચવામાં આવતા હવે કુલ 99 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે હવે કુલ 99 ઉમેદવારો નગરપાલિકાની ચૂંટણીનો જંગ લડશે. ભાજપ, કોંગ્રેસ , આપ અને અનેક નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામશે. હવે જોવું રહ્યું કે કોનું પત્તુ ચાલશે અને કોનું કપાશે?