છોટા ઉદેપુર
*છોટાઉદેપુર નગરના એસ. એન. કોલેજ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું *
નવનિયુક્ત પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા IAS તેમજ મદદનીશ આદિજાતિ કમિશ્નર રાહુલભાઈ બારડ ઉપસ્થિત રહી ક્રિકેટ રમી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા

છોટાઉદેપુર નગરના એસ. એન. કોલેજ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું
છોટાઉદેપુર નગરના એસ. એન. કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતર પ્રાયોજના વહીવટદાર ની કચેરી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 નું તા.12 થી 14 ફેબ્રુઆરી 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની તમામ ઈ એમ આર એસ સ્કૂલ, જી એલ આર એસ મોડલ સ્કૂલ તેમજ આદર્શ નિવાસી શાળા અને આશ્રમ શાળાઓ વચ્ચે મેચ રમાશે. આજરોજ આ ક્રિકેટ ટુર્નામેન્ટ ના પ્રથમ દિવસે નવનિયુક્ત પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા IAS તેમજ મદદનીશ આદિજાતિ કમિશ્નર રાહુલભાઈ બારડ ઉપસ્થિત રહી ક્રિકેટ રમી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટ એસ એન કોલેજ ખાતે ત્રણ દિવસ સુધી રમાશે અને અંતે વિજેતા ટીમ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે.