*છોટાઉદેપુર નગરમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ કહી ખુશી કહી ગમના ઓથાર વચ્ચે મતદાન પ્રક્રિયા સંપન્ન *
કુલ ૨૧૭૬૭ મતદારો માંથી ૮૦૮૩ પુરુષ અને ૭૭૩૧ મહિલા મતદારો એ મતદાન કર્યુ

છોટાઉદેપુર નગરમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ કહી ખુશી કહી ગમના ઓથાર વચ્ચે મતદાન પ્રક્રિયા સંપન્ન
કુલ ૨૧૭૬૭ મતદારો માંથી ૮૦૮૩ પુરુષ અને ૭૭૩૧ મહિલા મતદારો એ મતદાન કર્યુ
છોટાઉદેપુર નગરમાં નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી આજરોજ 16 ફેબ્રુઆરીએ યોજાઇ હતી જેમાં કુલ નગરમાં આવેલ 7 વોર્ડમાં 99 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જે ઉમેદવારોની કિસ્મત ચમકાવવા માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને સવારના 07:00 વાગ્યાથી મતદારો એ નગરમાં આવેલ મતદાન મથકો ઉપર મતદાન કર્યું હતું નગરપાલિકા બોર્ડના નગરમાં આવેલ કુલ 7 વોર્ડમાંથી 28 સભ્યોની બેઠકો ઉપર ચૂંટણી યોજવામાં આવે છે. પરંતુ આ 28 બેઠકો માટે 99 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાતા સમગ્ર નગરમાં મતદાન પ્રક્રિયા અને હાર જીતના ખેલ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી જ્યારે સીનીયર સીટીઝન અને વૃધ્ધોએ મતદાન કર્યું હતું. જ્યારે પોલીસ તંત્ર અને વહીવર્તી તંત્ર ખડે પગે તૈનાત રહ્યું હતું.
નગર પાલિકા ની ચૂંટણી માં કુલ ૨૧૭૬૭ મતદારો માંથી ૮૦૮૩ પુરુષ અને ૭૭૩૧ મહિલા મતદારો એ મતદાન કર્યુ .પાલિકાની ચૂંટણી માં સાંજના છ વાગ્યા સુધીમાં ૭૨.૬૫% મતદાન નોંધાયું હતું.
ઉલ્લેખનીય છેકે ગત ટર્મ ૨૦૧૮ ની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ૮૫% જેવું મતદાન થયું હોય જેની જગ્યાએ ચાલુ વર્ષે ૭૨.૬૫% મતદાન થયું છે. તેમાં ૧૩% નો ઘટાડો નોંધાયો છે. હાલમાં ચાલતી લગ્ન સિઝન ને કારણે મતદાન ઓછું થયું હોય તેવી સંભાવના ની ચર્ચા એ જોર પકડ્યું હતું
જોકે મેદાને ઉતરી પડેલી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી સમાજ પાર્ટી દ્વારા જીત અને સંપૂર્ણ બહુમતી અમોને મળશે તે દાવા કાર્યકરો કરી રહ્યા છે. હવે જોવા જવાનું રહ્યું કે કોથળામાંથી શું નીકળે છે