*છોટાઉદેપુર મેન માર્કેટ માં શાકભાજી અને પથારા વાળા રોડ ઉપર જ બેસતા ટ્રાફિક જામ ના દ્શ્યો સર્જાયા *
એકબાજુ તળાવ ના રિનોવેશન ની કામગીરી ચાલતી હોવાથી પથારા વાળા રોડ ઉપર જ ધંધો કરતા ગૌરવ પથ જામ

છોટાઉદેપુર મેન માર્કેટ માં શાકભાજી અને પથારા વાળા રોડ ઉપર જ બેસતા ટ્રાફિક જામ ના દ્શ્યો સર્જાયા
એકબાજુ તળાવ ના રિનોવેશન ની કામગીરી ચાલતી હોવાથી પથારા વાળા રોડ ઉપર જ ધંધો કરતા ગૌરવ પથ જામ
છોટા ઉદેપુર નગર માં તળાવ સામે આવેલ ગૌરવ પથ ઉપર ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શિવરાત્રિ ની પૂર્વ સંધ્યા એ નગરજનો શાકભાજી અને શક્કરિયાં બટાકા ની ખરીદી માટે નીકળતા વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. એકબાજુ કુસુમ સાગર તળાવ ની રિનોવેશન ની કામગીરી ચાલતી હોય શાકભાજી અને અન્ય પથારા પાથરી વેપાર કરતા નાના વેપારીઓ રોડ ઉપર જ દુકાનો માંડી દે છે જેથી ગૌરવ પથ જે મેન માર્કેટ ગણાય છે માત્ર એક જ રસ્તો ચાલુ હોય ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા. બાઈક તો શું ચાલતા જવામાં પણ ભારે મુશ્કેલી ઓ સર્જાતી જોવા મળી રહી છે. આવનાર હોળી ના તહેવારો અને રમજાન માસ દરમિયાન પાલિકા તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલા લેવામાં આવે અને સરદાર બાગ થી માણેક ચોક જતો ગૌરવ પથ વાહન વ્યવહાર માટે ખુલ્લો રહે તેવી વ્યવસ્થા જાળવવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે.