ગોધરા

શહેરાનગરવાસીઓ સાવધાન… પાણીપુરી ખાતા પહેલા 100 વખત વિચારજો,

પંચવટી વિસ્તારમાંથી પાલિકાની ફુડ વિભાગની ટીમે 150 કિલો સડેલા બટાકાનો જથ્થો જપ્ત કર્યો

શહેરાનગરવાસીઓ સાવધાન… પાણીપુરી ખાતા પહેલા 100 વખત વિચારજો
પંચવટી વિસ્તારમાંથી પાલિકાની ફુડ વિભાગની ટીમે 150 કિલો સડેલા બટાકાનો જથ્થો જપ્ત કર્ય
શહેરા,
દિવાળીઓના તહેવારની શરુઆત થઈ ગઈ છે.તહેવારોમા ખાસ કરીને ફરસાણ, મીઠાઈઓ, અન્ય ખાદ્ય ચીજવસ્તુઓમા ભેળસેળ તેમજ ગુણવત્તા યુક્ત વેચતા હોવાની વ્યાપક લોકબુમો પણ પડતી હોય છે.વધારે નફો મેળવાની લ્હાયમા કેટલાક વેપારીઓ બિન આરોગ્યપ્રદ ખાદ્યચીજવસ્તુઓનુ વેચાણ કરતા પણ ખચકાતા નથી. તેના કારણે આરોગ્યને સાથે લોકોના ચેડા પણ થતા હોય છે. જીલ્લાના શહેરા નગરપાલિકાની સેનેટરી ઈન્સ્પેક્ટરની ટીમે પંચવટી વિસ્તારમાં પાણીપુરીની લારીઓ બનાવતા વેપારીઓને ઓચિંતી તપાસ હાથ ધરતા ચોકી ગઈ હતી.જ્યા તપાસ દરમિયાન 150 કિલો જેટલો સડેલા બટાકાનો જથ્થો મળી આવ્યો હતો.પાલિકા ટીમે ત્રણ લારીઓ સહિત પાણીપુરી બનાવાનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ જીલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારમા આવેલી પંચવટી વિસ્તારમાં પાણીપુરી બનાવતા એકમો પણ પાલિકાની સેનેટરી ઈન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડની ટીમ દ્વારા તપાસ કરવામા આવી હતી. તેમની ટીમ પાણીપુરીના એકમો પર તપાસ કરતા ચોકી ગઈ ગઈ હતી. જ્યા ત્રણ થેલા ભરીને બટાકા મળી આવ્યા હતા.જેમા ખોલીને તપાસ કરતા તેમા મોટાભાગના બટાકા સડેલા હોવાનુ બહાર આવ્યુ હતુ. અંદાજીત તપાસમા 150 કિલો સડેલા બટાકાનો જથ્થો મળી આવ્યો હતો. તેનો સ્થળ પર નાશ કરીને કચરા ગાડીમા નાખી દેવામા આવ્યા હતા. શહેરા નગરપાલિકાના સેનટરી ઈન્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતું કે “ અમે પકોડીના વેપારીઓને ત્યા તપાસ હાથ ધરતા 3 કટ્ટા સડેલી હાલતમા બટાકા મળી આવ્યા છે. પકોડી સહિતનો સામાન જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.” અત્રે નોધનીય છે કે પાલિકા વિભાગ ફરસાણ તેમજ મીઠાઈઓની દુકાનો પર તપાસ હાથ ધરે તે જરુરી છે. કારણ કે દિવાળી ટાણે મીઠાઈઓનુ વેચાણ વધારે થાય છે.ત્યારે આ મીઠાઈઓ બિન આરોગ્યપ્રદ હોય ત્યારે શારિરીક નુકશાન થયાની શક્યતા રહે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!