ધનતેરસ ની પૂજા
*આજે મંગળવાર રોજ ઉત્તરા ફાલ્ગુની પરમ સાંજે 6.34 પછી હસ્ત નક્ષત્ર માં ધન તેરસ સાથે ભોમ પ્રદોષ દરિદ્રતા નિવારણ અને લક્ષ્મી પ્રસન્ન કરવા માટેનો વિશેષ યોગ*
આવતીકાલે મંગળવાર રોજ ધન તેરસ સાંજે 6.34 પછી હસ્ત નક્ષત્રનો અનોખો સંયોગ છે ધનતેરસ હસ્ત નક્ષત્ર અને મંગળવાર એ પોતે જ એક સિધ્ધ યોગ છે આજે પ્રદોષ વ્રત ભગવાન શિવને અતિ પ્રિય વ્રત છે અને શિવ સમર્પિત વ્રત છે આજે ધનતેરસ છે ખાસ કરીને આજના દિવસે મહાલક્ષ્મી ના વિશેષ પૂજન અર્ચન સાથે ભગવાન શિવનું પૂજન અર્ચન કરવાથી દરેક કષ્ટો અનિષ્ટતા અને દરિદ્રતાનો નાશ થાય છે સંતાન સંબંધી બાધાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ પૂર્ણ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ યોગમાં વિશેષ કરીને મહાલક્ષ્મીજીને કમળના પુષ્પો થી શ્રી સૂક્ત દ્વારા જો અભિષેક પૂજન અર્ચન સાથે શિવ સ્મરણ જોડે શિવ તાંડવ સ્તોત્ર નું પઠન વિદ્વાન બ્રાહ્મણો જોડે કરાવવામાં આવે તો તે શુભ ફળદાયી છે બારેવ રાશી ના જાતકોએ ખાસ કરીને આજના દિવસે કરેલું મહાલક્ષ્મી પૂજન સાથે શિવ પૂજન એ ગ્રહોના અનિષ્ઠફળ માંથી રાહત આપે છે સાથે જે જાતકોને શનીગત રાહુ ગત ઉપદ્રવ થતા હોય તે દરેક જાતકોએ આજના દિવસે ખાસ કરીને પૂજન કરવું જોઈએ
લક્ષ્મીજી ની પૂર્ણ પ્રસન્નતા માટે આજના દિવસે શ્રી યંત્ર પૂજન એ શ્રી વિદ્યાના દીક્ષિત બ્રાહ્મણો જોડે 16 શ્રી સૂક્તના પારાયણ કરી કમળ પુષ્પ દૂધ ગંગાજળથી અભિષેક કરી દૂધનું નૈવેદ્ય અર્પણ કરી કરવું લાભકારી રહે
*ધનતેરસનું પૂજન હંમેશા પ્રદોષ કાલીન એટલે સાંજ ના સમયે કરવું વિશેષ ફળદાઈ છે ખાસ કરીને આજે પ્રદોષ હોવાથી પ્રદોષ કાલીન સમય એ લક્ષ્મી પૂજા માટે સર્વ શ્રેષ્ઠ સમય છે આજના લક્ષ્મી પૂજન નો સમય સાંજે 06:42 થી રાત્રે 01:09ગુરૂ,મંગળ,સુર્ય, શુક્ર,બુધ અને ચંદ્ર ની હોરા માં શ્રેષ્ઠ છે*
આજે ધન્વંતરિ જયંતિ ની સાથે યમદિપદાન નું પણ વિશેષ મહત્વ છે આજ ના દિવસે જે પણ મનુષ્ય રોગો થી પીડાતા હોય તેમણે ખાસ કરી ને અને કોઈ પણ રોગ ના હોય તો પણ ઘર ના મુખ્ય દરવાજે ઉમરા પાસે સરસવ ના તેલ નો દીવો કરવો સાથે રીમ ધન્વંતરિયે નમ: ની એક માળા કરવાથી આરોગ્ય માં લાભ થાય છે અને તે ઘર ના અનિષ્ટતા પ્રવેશ તી નથી
*જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોશી*