છોટા ઉદેપુર

*આગામી તા.14-9 -2024 શનિવારના રોજ સવારે 10.30 કલાકે જીલ્લા ન્યાયાલય, છોટાઉદેપુર તથા જીલ્લાના તમામ ન્યાયાલયો ખાતે નેશનલ લોક અદાલત યોજાશે*

આગામી તા.14-9 -2024 શનિવારના રોજ સવારે 10.30 કલાકે જીલ્લા ન્યાયાલય,છોટાઉદેપુર તથા છોટાઉદેપુર જીલ્લાના તમામ ન્યાયલયો ખાતે નેશનલ લોક અદાલત યોજાશે.

છોટાઉદેપુર જીલ્લાના તમામ રહેવાશીઓને તથા લાગતા વળગતા તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ, દિલ્લી દ્રારા લોક અદાલતના નિર્ધારીત વાર્ષિક કાર્યક્રમ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,જીલ્લા ન્યાયાલય, છોટાઉદેપુરના ચેરમેન અને મુખ્ય ન્યાયાધીશ એમ.જે.પરાશરના નેતૃત્વ તથા કુલ ટાઈમ સેક્રેટરી જે.ડી.સોલંકીના માર્ગદર્શન હેઠળ આગામી તા.14/09/2024 શનિવારના રોજ સવારે 10.30 કલાકથી જીલ્લા ન્યાયાલય છોટાઉદેપુર તથા છોટાઉદેપુર જીલ્લાના તમામ ન્યાયલયો કવાંટ, નસવાડી, જેતપુરપાવી, સંખેડા, બોડેલીમાં નેશનલ લોક અદાલત યોજાનાર છે.

આ લોક અદાલતમાં છોટાઉદેપુર જીલ્લાના તમામ ન્યાયાલયોમાં,મોટર વાહન અકસ્માત વળતળના કેસો, સમાધાન લાયક ફોજદારી કેસો, દિવાની દાવાઓ, વીજ કંપનીના કેસો, મની સ્યુટ, દરખાસ્તો, એન.આઈ એકટ 138 તથા લગ્ન સંબધીત તકરારના કેસો તથા પ્રીલીટીગેશનમાં બેંકના લોન ખાતાની રીકવરીના કેસો તથા ઇ ટ્રાફીક ચલણ ના કેસો કે જેમા સમાધાન રાહે કેસો લોક અદાલતમાં મુકી પક્ષકારોની સંમતિથી સમાધાનથી ફેસલ કરી શકાશે.વધુમા ઉપરોક્ત જણાવેલ કેસોમાં સમાધાન કરવા ઇચ્છુક તમામ પક્ષકારો સંબંધીત કોર્ટોનો તાત્કાલીક સંપર્ક કરી તાત્કાલિક અરજી કરવી જેથી સામા પક્ષે પક્ષકારોને નોટીશ કરી હાજર રખાવી સમાધાન કરાવી શકાય.

લોક અદાલતોમાં કેસોનો ઝડપી નીકાલ આવે છે. અને વળતર અરજીના કીસ્સામાં અરજદારને વળતરના નાણા ઝડપી બને છે. આ લોક અદાલતનો મહત્તમ લાભ લેવા અને આ લોક અદાલતમાં તમામ પ્રકારના સમાધાન પાત્ર કેસો મુકવા માટે છોટાઉદેપુર જીલ્લાના તમામ વકીલઓ તથા નાગરીકોને અનુરોધ કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!