149 મી વખત રક્તદાન કરતા ગોધરા ના હોતચંદભાઈ ધમવાણી (બાબુજી)
149 મી વખત રક્તદાન કરતા ગોધરા ના હોતચંદભાઈ ધમવાણી (બાબુજી)
ગોધરા
રક્તદાન એ મહાદાન છે ત્યારે રક્તદાનના આવા સેવાના મહાન અભિયાનમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા, સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા એન એસ એસ વિભાગ, લાયન્સ ક્લબ ગોધરા અને ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ગોધરાના સંયુક્ત ઉપક્રમે આયોજિત રક્તદાન કેમ્પમાં ગોધરાના પનોતા પુત્ર હોતચંદભાઈ ધમવાણીએ ઉર્ફે બાબુજીએ 149 મી વખત રક્તદાન કરીને એક અનોખો કીર્તિમાન સ્થાપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોધરાના રક્તદાનના મહારથી એવા હોતચંદભાઈ ધમવાણી અને સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના પ્રિન્સિપાલ પ્રો. ડો. અરુણસિંહ સોલંકીના જન્મદિવસને દર વર્ષે આ બંને મહાનુભાવો રક્તદાન કરીને સાથે સાથે રક્તદાન શિબિર યોજીને ઉજવતા હોય છે ત્યારે તે સંદર્ભમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના હોલમાં આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 91 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું.
રક્તદાનના આ મહા અભિયાનમાં શ્રી રામજી મંદિર ગોધરાના મહંત શ્રી ઇન્દ્રજીતસિંહજી મહારાજ, ગોધરા એ ડિવિઝનના પીઆઇ ચૌધરી , ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરાના ચેરમેનશ્રી ભોલંદા ,વાઇસ ચેરમેન સુરેશભાઇ દેરાઈ, સિંધી સમાજના અગ્રણી મુરલીભાઈ મુલચંદાણી, કિશોરીલાલ ભાયાણી ,ચમનભાઈ બાલવાણી, ઇશ્વરભાઇ સેવકાણી, ઉપરાંત બાપુ માલવદીપસિંહ રાઉલજી, લાયન્સ ક્લબ ગોધરાના પ્રમુખ તહેરભાઈ, પૂર્વ ડિસ્ટ્રીકટ ગવર્નર લા. જે પી ત્રિવેદી, ગાયત્રી પરિવાર ગોધરાના મહાનુભાવો, ઇમરાનભાઈ ઇલેક્ટ્રિકવાલા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને બંને મહાનુભાવોનું સન્માન કરી સેવાની આ પ્રવૃત્તિને બિરદાવી હતી.
આ કેમ્પમાં સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ વિભાગના 26 વિદ્યાર્થીઓએ રક્તદાન કરી ઉમદા કામગીરી કરી હતી