*૧૫ ડિસેમ્બર રાત્રે ૧૦.૧૨ મિનિટ થી સૂર્યના ધન રાશિના પ્રવેશ સાથે ધનારક નો પ્રારંભ થશે*
૧૫ ડિસેમ્બર ના રાત્રે ૧૦.૧૨ મિનિટ થી સૂર્યના ધન રાશી ના પ્રવેશ સાથે ધનુરમાસ નો પ્રારંભ થશે સૂર્યના એક રાશિ થી બીજી રાશી ના પ્રવેશને સંક્રાંતિ કહેવાય છે પ્રત્યેક ગ્રહ સંક્રાંતિ કરતા હોય છે પરંતુ સૂર્ય સંક્રાંતિનું એક વિશેષ મહત્વ છે સૂર્ય એ તેજ છે સૂર્ય એ આત્મા છે સૂર્ય આત્માનો કારક છે સૂર્ય ઉર્જા છે અને નવ ગ્રહોમાં સૂર્ય એ રાજા છે અને જ્યારે સૂર્ય રાશિ પરિવર્તન કરતા હોય છે ત્યારે તેનો પ્રભાવ જન માનસ ઉપર પડતો હોય છે સૂર્ય એક માસ એક રાશિમાં રહે છે તેના રાશિ પરિવર્તનનો પ્રભાવ પણ વિશેષ હોય છે સૂર્યનારાયણના ધન રાશી ના પ્રવેશથી ધનારકની શરૂઆત થાય છે ધનારકમાં લગ્ન જનોઈ વાસ્તુ ગૃહ પ્રવેશ જેવા કાર્યો કરવા ન જોઈએ
યજ્ઞ યાગાદી નવચંડી કથા ગ્રહ શાંતિ વિધાન પૂજન ઈત્યાદિ કર્મો ધનારક દરમિયાન થઈ શકે કારણ કે ધનારક એટલે પુણ્ય પ્રાપ્તિ નો અવસર ધાનારક દરમિયાન ભોજન વિષ્ણુ પૂજન અર્ચન દાન વ્રત જપ અને તપનું વિશેષ મહત્વ છે ધનારક દરમિયાન તીર્થ પૂજન સ્નાન અને દાન સાથે ભોજન નું અતિ મહત્વ છે વિશેષ કરી ભૂદેવો અને પોતાની બહેન અને દીકરીઓ ને ભોજન અને દાનનું અતિ દુર્લભ મહત્વ છે તે દરિદ્રતાનું નાશ કરે છે ઘરમાં સુખ શાંતિ અને આનંદની પ્રાપ્તિ કરાવે છે 14 જાન્યુઆરી બાદ લગ્ન જનોઈ વાસ્તુ ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો થઈ શકે
ધન રાશી નો પ્રભાવ બારે રાશિના જાતકો પર અને દેશ દુનિયા પર ખાસ કરીને જોવા મળશે દેશ દુનિયાની વાત કરીએ તો વર્તમાન ગ્રહ ગોચર જોતા કુદરતી પ્રભાવ વાતાવરણ પર વિશેષ જોવા મળે ભૂકંપ વાવાઝોડા જોવા મળે રોગચાળા વધવાની પણ પ્રબળ શક્યતાઓ છે
ખાસ કરીને ધન મકર મીન કર્ક અને વૃશ્ચિક રાશી ના જાતકો પર વિશેષ પ્રભાવ જોવા મળશે
મેષ વૃષભ મિથુન સિંહ કન્યા તુલા કુંભ રાશિના જાતકો પર શુભાશુભ પ્રભાવ જોવા મળે
અશુભ પ્રભાવથી રાહત પ્રાપ્ત કરવા સૂર્યનારાયણની ઉપાસના કરવી સૂર્યનારાયણને જળ ચડાવું આદિત્ય હૃદય સ્તોત્ર ના પાઠ કરવા લાભકારી રહે
*જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોશી*