આવતી કાલે કાળી ચૌદસ ની વિશેષ પૂજા
આવતી કાલે કાળી ચૌદસ જીવનની અનિષ્ટતા કુદ્રષ્ટિ ઓ દૂર કરવાનો દિવસ*
આવતીકાલે કાળી ચૌદસ છે કાળી ચૌદસને નરક ચતુર્દશી અને રૂપ ચતુર્દશી તરીકે પણ ઓળખાય છે આજના દિવસનું એક વિશિષ્ટ મહત્વ છે મનુષ્ય જીવનની અનિષ્ટતા ઉપદ્ર ક્લેશ ચિંતા ભય પીડા ની નિવૃત્તિ માટે આજના દિવસે કરેલું કર્મ એ લાભદાયી છે ખાસ કરીને આજના દિવસે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ હનુમાનજી એ ચિરંજીવ દેવ છે અને કળિયુગમાં હાજર હજૂર દેવ હનુમાનજી છે ને હનુમાનજીની ઉપાસના કરવાથી કુદ્રષ્ટિ ઓ અનિષ્ટતાનું નાશ થાય છે ખાસ કરીને આજના દિવસે હનુમાનજીને ચમેલીનું તેલ ચડાવવું જોઈએ સાથે સાત હનુમાન ચાલીસા ના પાઠ કરવા જોઈએ હનુમાન ચાલીસા નો પાઠ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને જાતકને ભય માંથી મુક્ત કરે છે તુલસીદાસજીએ ભય માંથી મુક્ત થવા માટે જ કાળી ચૌદશ ના દિવસે હનુમાન ચાલીસા ના પાઠ ની રચના કરી હતી માટે જ હનુમાન ચાલીસા ના પાઠ નું ખૂબ જ મહત્વ છે
કાળી ચૌદસ એ રુપ ચતુર્દશી તરીકે પણ ઉજવાય છે રૂપ ચતુર્દશી એટલે કાજળનું આંજણ કરવું જેથી ખરાબ નજરો થી બચી શકાય આજકાલ મનુષ્ય જીવનમાં દેખાદેખી થી થતી કુદ્રષ્ટિ ઓને કારણે મનુષ્ય જીવનમાં રોગ ભય પીડા કલેશ ચિંતા વ્યાપી રહી છે માટે કુદ્રષ્ટિ ઓ થી રાહત પ્રાપ્ત કરવા માટે હનુમાનજીની સાથે મહાકાલી ની ભક્તિ કરવી પણ લાભકારી રહે
આ દિવસે *ૐ હું હનુમતે નમઃ આમંત્ર ની એક માળા કરવી સાથે *રીમ કાલીકાયે નમ:* મંત્ર ની એક માળા કરવી લાભકારી રહે
વિશેષ કરી આજ ના દિવસ ને નરક ચતુર્દશી પણ કહેવાય છે આજ ના દિવસે ખાસ કરી ને અનિષ્ટ શક્તિ ઓ જાગૃત હોય એવી માન્યતા છે અને તે સાચી પણ છે માટે ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકો એ રસ્તાઓ વિચારી ને ઓળંગવા જોઈએ શક્ય હોય તો ઈશ્વર નું નામ મનમાં લેવું લાભ કારી રહે શક્ય હોય તો માતાઓ અને બહેનો એ આજ ના દિવસે ખુલ્લા વાળ ન રાખવા જોઈએ એ પોતાના અને પરિવાર ના રક્ષણ માટે શ્રેષ્ઠ
*જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી*