*ભાજપનું સંખ્યાબળ 20 થયું. ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનાવાની મજબૂત શક્યતા*
છોટાઉદેપુર નગરપાલિકા માં ચૂંટાયેલા 12 સભ્યોએ ભાજપનો ખેસ પહેરયો કુલ 12 સભ્યો ભાજપમાં જોડાયા

છોટાઉદેપુર નગરપાલિકા માં ચૂંટાયેલા 12 સભ્યોએ ભાજપનો ખેસ પહેરયો કુલ 12 સભ્યો ભાજપમાં જોડાયા
ભાજપનું સંખ્યાબળ 20 થયું. ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનાવાની મજબૂત શક્યતા
આજરોજ બહુજન સમાજ પાર્ટીના 3 ચૂંટાયેલા સભ્યો જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહ અને મહામંત્રી મેહુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા.
છોટાઉદેપુર નગરપાલિકા માંથી ચૂંટાયેલા 28 સભ્યો પૈકી 8 ભાજપ 4 બહુજન સમાજ પાર્ટી 1 કોંગ્રેસ 6 સમાજવાદી પાર્ટી 4 ગુજરાત સર્વ સમાજ પાર્ટી 1 નવનિર્માણ મંચ અને 4 પક્ષ ચૂંટાઈ આવ્યા હતા જેમાં સૌથી વધુ બેઠક ભારતીય જનતા પાર્ટી ને મળી છે જેની પ્રમુખ તરીકેની ચૂંટણી આજરોજ ત્રણ કલાકે થનાર હોય એ પહેલા રાજકીય દાવ પેજ અને વિકાસની રાજનીતિ અને અનુલક્ષીને બહુજન સમાજ પાર્ટીના ત્રણ સભ્યો જેમાં પ્રતિકાબેન જાની, બીનાબેન બારીયા અને રાઠવા અને જીમીત કુમાર રાઠવા પાર્ટીમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે. અગાઉ તારીખ 27 ના રોજ અપક્ષના ત્રણ સભ્યો પણ ભાજપમાં જોડાઈ ગયા હતા જ્યારે સમાજવાદી પાર્ટીના છ જેટલા સભ્યો પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા જેથી હવે ભાજપનું સંખ્યાબળ 20 જેટલું થઈ ગયું છે અને ભાજપ નગરપાલિકામાં 1996 બાદ પહેલીવાર સ્પષ્ટ બહુમતીથી બોર્ડ બનાવવા જઈ રહ્યું છે
છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે આજરોજ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા પ્રેસ કોન્ફરન્સ યોજી તેમાં જણાવ્યું હતું કે આજરોજ 3 કલાકે ભારતીય જનતા પાર્ટી નું બોર્ડ બનશે અને જે પણ હોદ્દેદારોની વરણી કરવાની છે તે પાર્લામેન્ટ્રી બોર્ડમાંથી તેના નામ જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું