છોટા ઉદેપુર
*કટાય ગયેલી અને પંચર પડેલી સાયકલો પાછળ રીપેરીંગ નો ખર્ચ કોણ આપશે?*
સાયકલો કટાય ગયેલી, પંચર પડેલી હાલતમાં વિદ્યાર્થિનીઓ લઈ જતા રસ્તામાં જોવાઇ જેનો વિડિયો અને ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા

કટાય ગયેલી અને પંચર પડેલી સાયકલો પાછળ રીપેરીંગ નો ખર્ચ કોણ આપશે?
સાયકલો કટાય ગયેલી, પંચર પડેલી હાલતમાં વિદ્યાર્થિનીઓ લઈ જતા રસ્તામાં જોવાઇ જેનો વિડિયો અને ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ માં આપવાની ઠરાવેલ સાયકલો છેલ્લા ઘણા સમયથી છોટા ઉદેપુર નજીક મલાજા ખાતે ભંગાર હાલતમાં પડી રહી હતી. જે સમાચાર દરેક વર્તમાન પત્રોમાં પ્રકાશિત થયા હતા. જે વણવપરાયેલી ભંગાર હાલતમાં પડેલી સાયકલો અંતે આજરોજ જિલ્લાની શાળામાં વિદ્યાર્થિની ઓની સુપ્રત કરી દેવામાં આવી હતી. જોકે આ વણવપરાયેલી ભંગાર હાલતમાં સાયકલો આજે એક શાળામાંથી નીકળતી વિદ્યાર્થિની ઓ પાસે જોવા મળી હતી.