પંચમહાલ- ગોધરા શેઠ પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ફિનિશિંગ સ્કૂલની શરૂઆત કરતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહની લાગણી
પંચમહાલ- ગોધરા શેઠ પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ફિનિશિંગ સ્કૂલની શરૂઆત કરતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહની લાગણી

ગોધરા,
ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે નોલેજ કન્સોલ્ટિયમ ઓફ ગુજરાત, (KCG) ગુજરાત સરકારના સહયોગથી વિદ્યાર્થીઓ માટે ખાસ ફિનિશિંગ સ્કૂલ કાર્યક્રમ શરૂ કરાયો હતો. ઉદઘાટનમાં કોલેજના ઇકોનોમિક્સ વિભાગના ડો. જી.વી. જોગરાણા,ઇંગ્લીશ વિભાગના ડો. દીવાકર ગોર સહિતના અધ્યાપકો હાજર રહ્યા હતા. ફિનિશિંગ સ્કૂલ એ ગુજરાત સરકારનો એક પ્રોગ્રામ છે જેમાં વિદ્યાર્થીઓને સ્પોકન ઇંગલિશ, ફંકશનલ ઇંગ્લિશ, લાઈફ સ્કીલ્સ ઇન્ટરવ્યૂ સ્કિલ્સ વગેરે જેવી બાબતો વિનામૂલ્ય શીખવવામાં આવે છે. આ માટેના ક્વોલિફાઇડ ટ્રેનર્સ ગુજરાત સરકારે નિયુક્ત કરેલા હોય છે. આ સમગ્ર ટ્રેનિંગમાં ટ્રેનર તરીકે ડો સંદીપ શાહ સાહેબ સેવા આપવાના છે. અંગ્રેજી વિભાગના શ્રી રાહુલ કોકણીએ સૌનું અભિવાદન કર્યું હતું. જ્યારે પ્રોગ્રામ અંગેનું આયોજન બોટની વિભાગમાં કાર્યરત ડો રૂપેશ એન નાકરે કર્યું હતું. કોલેજના આચાર્ય ડો. એમ બી પટેલ પ્રોગ્રામ માટે સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં બૌદ્ધિક ક્ષમતા ઉપરાંત પર્સનાલિટી ડેવલપમેન્ટ જેવા ગુણોનો ખૂબ જ વિકાસ થાય છે અને ગુજરાત રાજ્યભરમાં ખૂબ સારા પરિણામો મળ્યા છે.