2025 નુ વર્ષ વિશે જાણો. સત્યમ્ જોષી
*અંક જ્યોતિષ મુજબ વર્ષ 2025 દેશ માટે સમૃદ્ધિ કારક નીવડશે*
*આગામી વર્ષનો યોગ 9 અંક જેનો સંબંધ સૂર્ય અને મંગળ સાથે છે*
*9 અંક પૂર્ણતા પરોપકાર અને આધ્યાત્મિક જ્ઞાનનું પ્રતીક છે*
ઈસુ ના નવા વર્ષ 2025 પંકજ મુજબ નવું વર્ષ દેશ માટે સમૃદ્ધિ કારક નિવડશે બ્રહ્માંડથી માંડી પૃથ્વી પર પ્રભુત્વ જમાવનારો આ નવનો અંક પૂર્ણાંક ની સાથે બ્રહ્મ સ્વરૂપ તરીકે ઓળખાય છે આપણા 27 નક્ષત્રોમાં પણ (2+7)=9 અંક થાય છે અંક જ્યોતિષ મુજબ આગામી વર્ષનો કુલ યોગ (2025)=9 અંક થાય છે જે તેને વિશેષ બનાવે છે
નવ અંકને પૂર્ણતા પરોપકાર અને આધ્યાત્મિક જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે નવ અંક મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે અને પરાક્રમ તથા સાહસ નું પ્રતીક છે અંક જ્યોતિષ મુજબ 9 નો સંબંધ સૂર્ય અને મંગળ ગ્રહથી જોડાયેલો છે 9 અંકનો સ્વામી મંગળ હોવાના કારણે તે પરાક્રમી અને પુરુષાર્થ વાળો છે આમ પરાક્રમી પુરુષાર્થ વાળો અંક બે માટે સમૃદ્ધિ કારક નીવડશે મધ્યરાત્રીએ ઈશુ ના નવા વર્ષના પ્રવેશના સમયે મંગળ અને ગુરુ ગ્રહ વક્રી રહેશે જેનાથી શંકરની સાથે સફળતાના યોગ બનશે
*મૂળાંક અને ભવિષ્ય ફળ નીચે મુજબ રહેશે*
જ્યોતિષ ઉપરાંત એક થી નવ અંક નવ ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે આગામી વર્ષમાં મૂળાંક અને તેનું ભવિષ્ય ફળ નીચે મુજબ રહેશે
(1) નવા કાર્યોની શરૂઆત તકો મળે માન સન્માન વધશે
(2 )પરિશ્રમથી સાર્થક પરિણામ મળશે પારિવારિક સંબંધ સુધરશે
(3) મિત્રોનો સહયોગ મળશે નૈતૃત્વ ક્ષમતા કેરિયરમાં મદદ કરશે
(4)ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે ધનલાભ થશે
(5) કાર્યક્ષેત્રમાં ઉન્નતિ અને ઉચ્ચ અધિકારીઓ નો સહયોગ મળશે
(6) સામાજિક કાર્યોમાં રુચિ વધશે આર્થિક લાભ થશે
(7)સંઘર્ષ પછી લાભ થશે
(8)નવા સહયોગથી માન સન્માનમાં વૃદ્ધિ થશે
(9) મનોબળ ઉંચુ રહેશે બુદ્ધિ માનથી લાભ થશે
*જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી*