*બોડેલી તાલુકા પંચાયતની 23 તાંદલજા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ગોરધનભાઈ બારીયા નો 1,674 મતથી જવલંત વિજય.. વિજેતા ઉમેદવારનું ધારાસભ્ય અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વિજય સરઘસ નીકળ્યુ.*
*બોડેલી તાલુકા પંચાયતની 23 તાંદલજા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ગોરધનભાઈ બારીયા નો 1,674 મતથી જવલંત વિજય..*

બોડેલી તાલુકા પંચાયતની 23 તાંદલજા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ગોરધનભાઈ બારીયા નો 1,674 મતથી જવલંત વિજય.. વિજેતા ઉમેદવારનું ધારાસભ્ય અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વિજય સરઘસ નીકળ્યુ.”
છોટાઉદેપુર જિલ્લાની બોડેલી તાલુકા પંચાયત ની કુલ 26 બેઠકો પૈકી 23 તાંદલજા બિન અનામત સામાન્ય બેઠક ના કોંગ્રેસ ના સદસ્ય ગિરધરભાઈ અમરસિંહભાઈ બારીયા નું દોઢેક વર્ષ પહેલા મૃત્યુ થતાં ખાલી પડેલી જગ્યા માટે ૧૬ મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ યોજાયેલ ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ગોરધનભાઈ વિઠ્ઠલભાઈ બારીયા, આમ આદમી પાર્ટીના જયેશભાઈ ભાઈલાલભાઈ રાઠવા અને કોંગ્રેસના બાબરભાઈ કોયજીભાઈ તડવીએ ઉમેદવારી નોંધાવી હોય ત્રિપાંખિયો જંગ યોજાયો હતો જે પેટા ચૂંટણીમાં કુલ 9 બુથ પર કુલ 5706 મતદારો પૈકી 3346 મતદાર ભાઈ બહેનોએ મતદાન કર્યું હતું જેની મતગણતરી આજરોજ બોડેલી સેવાસદન ખાતે બોડેલીના મામલતદારશ્રી ની ઉપસ્થિતિમાં થતા ભાજપાના ગોરધનભાઈ બારીયા ને 2254 મત, આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયેશભાઈ રાઠવા ને 439 મત, અને કોંગ્રેસના બાબરભાઈ તડવીને 580 મત મળ્યા હતા જ્યારે 73 મત નોટા માં પડ્યા હતા. આમ મત ગણતરીના અંતે ભાજપાનાં ગોરધનભાઈ બારીયાને તેમના બંને પ્રતિસ્પર્ધીઓ કરતા સૌથી વધુ મત મળતા તેઓને 1674 મતની સરસાઇથી વિજયી જાહેર કરવામાં આવ્યા હતા.
ભાજપાના ઉમેદવારનો વિજય થતા બોડેલી સેવા સદન ખાતે સંખેડા ના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી,બોડેલી તાલુકા ભાજપ ના પ્રમુખ નીલ પટેલ સહિત તાલુકા – જિલ્લા પંચાયત ના સદસ્યો ,હોદ્દેદારો તેમજ કાર્યકરો એ મોટી સંખ્યા માં ઉમટી ભાજપાના વિજયી ઉમેદવાર ગોરધનભાઈ બારીયા ને ફુલહાર કરી તેમની જીતને વધાવી લઈ ઢોલ તેમજ ડીજે સાથે તેઓનું વિજય સરઘસ બોડેલી નગરમાં નીકળ્યું હતું.