છોટા ઉદેપુર
*છોટાઉદેપુર ડોલોમાઈટ ઉદ્યોગમાં ફફડાટ ફેલાયો*
દડીગામ અને કાનાવાંટ ગામે છાપો મારી ડોલોમાઈટ પથ્થરનું ખોદકામ કરવામાં ઉપયોગમાં લેવાયેલો 2 કરોડ નો મુદ્દામાલ જપ્ત
છોટાઉદેપુર ડોલોમાઈટ ઉદ્યોગમાં ફફડાટ ફેલાયો
ગાંધીનગરથી ફ્લાઈંગ સ્ક્વોડ આવીને દડીગામ અને કાનાવાંટ ગામે છાપો માર્યો અને ગેરકાયેસર ડોલોમાઈટ પથ્થરનું ખોદકામ કરવામાં ઉપયોગમાં લેવાયેલો 2 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કર્યા.
ગેરકાયદેસર ખાણોમાં ખોદકામ કરતા ઈસમોના ફફડાટ. હજુપણ ઘણું બધું બહાર આવી શકે તેવી શક્યતાઓ રહેલી છે.
છોટાઉદેપુર પંથકમાં ડોલામાઈટ પથ્થરની ખાણો આવેલી છે જેમાં ઘણી કાયદેસર અને ઘણી ગેરકાયદેસર રીતે ચાલે છે જે ખાણોમાં ગેરકાયદેસર ખોદકામ થતું હોય જેની બાતમી ગાંધીનગર ફ્લાઈંગ સ્વૉડ ને મળતા ગાંધીનગરથી ટીમો આવી પહોંચી હતી અને છોટાઉદેપુરના કાનાવાટ અને દડી ગામ ખાતે છાપો માર્યો હતો જ્યાં ગેરકાયદેસર ડોલોમેટ પથ્થરનું ખોદકામ કરવા ઉપયોગમાં લેવાયેલા મશીન ઝડપી પાડવામાં આવ્યા હતા