*છોટાઉદેપુર તાલુકાના પાદરવાંટ ગામે મહાકાય અજગર ઝડપાયો*
છોટાઉદેપુર તાલુકાના પાદરવાંટ ગામે ચાલુ વરસાદમાં સ્થળ ઉપર પોહચી 11 ફૂટ લાંબો અજગર ઝડપી ગ્રામજનો ને ભયમુક્ત કર્યા
છોટાઉદેપુર તાલુકાના પાદરવાંટ ગામે મહાકાય અજગર ઝડપાયો.
છોટાઉદેપુર તાલુકાના પાદરવાંટ ગામે ચાલુ વરસાદમાં સ્થળ ઉપર પોહચી 11 ફૂટ લાંબો અજગર ઝડપી ગ્રામજનો ને ભયમુક્ત કર્યા
આજરોજ તા 3 રાત્રિના એક કલાકે છોટાઉદેપુર તાલુકાના પાદરવાંટ ગામે ગલુ ફળિયા માં રહેતા ચીમનભાઈ છગન ભાઈ રાઠવા ના ઘરમાં બહુ મોટો 11 ફૂટ જેટલો અજગર ભરાઈ ગયો છે તેવી જાણ ગામના જાગૃત નાગરિક એલસીબી પોલીસ કર્મચારી દ્વારા જણાવતા વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ છોટા ઉદેપુર નો સ્ટાફ ફોરેસ્ટર વાય. જી. બારીયા , બીટગાર્ડ અંકિતભાઈ બારિયા અને વિક્રમભાઈ તેઓ ચાલુ વરસાદમાં તેમના ઘરે પહોંચી 11 ફૂટ લાંબા અજગરનો રાત્રી ના 4 કલાકે ઝડપી પાડવામાં આવ્યો હતો અને ચીમનભાઈ રાઠવા તેમજ તેમના પરિવાર રાહતનો શ્વાસ લીધો હતો વન વિભાગ છોટાઉદેપુર દ્વારા અને અન્ય વિસ્તારમાં નાના-મોટા સરીસૃપનો દરરોજ રેસ્ક્યુ ની કામગીરી કરવામાં આવે છે અને પોતાની ફરજ નિભાવી સેવા કરવા 24 ×7 તૈયાર રહેલા છે. આવો કોઈ સરીસૃપ અને વન્ય પ્રાણી જોવા મળે તો ફોરેસ્ટર છોટાઉદેપુર ના સંપર્ક નંબર 8200744809 પર જાણ કરવા આર એફ ઓ નિરંજન રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું છે.