*મધ્યસ્થ પ્રાથમિક શાળા પીપલોદમાં ગણેશ વિસર્જન ની સાથે મનોજભાઈ જયસ્વાલ તરફથી બાળકોને તિથિ ભોજન અપાયું*
*મધ્યસ્થ પ્રાથમિક શાળા પીપલોદમાં ગણેશ વિસર્જન ની સાથે મનોજભાઈ જયસ્વાલ તરફથી બાળકોને તિથિ ભોજન અપાયું*
દાહોદ જિલ્લાની દેવગઢબારિયા તાલુકાની મધ્યસ્થ પ્રાથમિક શાળા પીપલોદમાં શાળા પરિવાર દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગૌમય ગણેશની સ્થાપના કરવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા દરરોજ ગણેશ ભગવાનની આરતી અને પ્રસાદ કરવામાં આવી. શાળા ના શિક્ષકો દ્વારા ગણપતિજી વિશે ની કથા વાર્તાઓ કહેવામાં આવી. આજરોજ ગણેશજીને 56 ભોગ ધરાવી ગૌમય ગણેશજીનું શાળાના પ્રાંગણમાં જ વિસર્જન કરવામાં આવ્યું. ગાયના ગોબરમાંથી બનેલ ગણેશજીની મૂર્તિ નું શાળામાં વિસર્જન કરી તેમાંથી મળેલ પ્રવાહી સેન્દ્રીય ખાતર નો ઉપયોગ શાળાના ફૂલ છોડમાં કરવામાં આવશે. શાળાના તમામ બાળકોને શિક્ષકોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી નાચ ગાન સાથે બાપા નું વિસર્જન શાળાના પ્રાંગણમાં એક મોટા તપેલામાં પાણી ભરી કર્યું.
સાથે સાથે આજરોજ પિપલોદ બજાર નાં મંડપ ડેકોરેશન વાળા મનોજભાઈ જયસ્વાલ કે જેઓ કોઈ પણ સામાજિક,ધાર્મિક પ્રસંગે મદદ માટે તત્પર રહેતા હોઈ છે જેઓ દ્વારા તેમના પિતાજી સ્વ.નગીનદાસ પન્નાલાલ જયસ્વાલ ની પુણ્યતિથિ નિમિત્તે શાળાના તમામ બાળકોને દાળ ભાત અને બુંદી તિથિ ભોજન આપવામાં આવ્યું. તિથિ ભોજન નિમિત્તે મનોજભાઈ જયસ્વાલે ઉપસ્થિત રહી બાળકોને જાતે તેમને ભોજન પીરસ્યું હતું. શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી કિશનસિંહ કોળી એ મનોજભાઈ જયસ્વાલ નો તિથિ ભોજન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
Op