એસ.આર.પી જવાનને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ હોસ્પિટલ બિછાને જ લીધા અંતિમ શ્વાસ – વાચો અહેવાલ
નવા ગામના એસ.આર.પી જવાનને અંજલિ હોસ્પિટલ માં લીધા અંતિમ શ્વાસ
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
તલોદ તાલુકાના નવા ગામના એસ.આર.પી જવાનની શારીરીક તબિયત લથડતા રણાસણ ની અંજલિ હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તબિબિ સારવાર બાદ હોસ્પિટલ ના બિછાને જ જવાને અંતિમ શ્વાસ લેતા ગામ પંથકમાં શોકની કાલિમા છવાઇ જવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદના નવા ગામના ભીખાભાઇ સોમાભાઈ પરમાર નો પુત્ર વિષ્ણુભાઇ ઉ.વર્ષ ૩૫ જે એસ.આર.પી ગૃપ દાહોદ – પાવડી ખાતે ફરજ બજાવતો હતો.જેની ગત ૨૧ માર્ચના રોજ શારીરિક તબિયત લથડતા પેટમાં દુખાવો ઉપડતા રણાસણ ની અંજલિ હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા બાદ શુક્રવાર રાત્રી ૮-૩૦ કલાક ની આસપાસ એકાએક હોસ્પિટલ ના બિછાને જ અંતિમ શ્વાસ લઈ આફાની દુનિયા ને અલવિદા કરી દેતા જવાનના અકાળે નિપજેલા મોતને પગલે ગામ પંથકમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.જે બનાવની જાણ તલોદ પોલીસ ને થતા પોલીસે મૃતક જવાનની લાશને તખતગઢ સિવિલ માં પી.એમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું તલોદ પોલીસે જણાવ્યું હતું..