છોટાઉદેપુર થી હરવાંટ બસ સેવા શરૂ થતાં પ્રજામાં આનંદ
છોટાઉદેપુર થી હરવાંટ બસ સેવા શરૂ થતાં પ્રજામાં આનંદ
છોઉદેપુર થી હરવાંટ એસ ટી બસ સેવા શરૂ થાય તે માટે પ્રજાની માંગ ઉઠી હતી. પ્રજાની આ સમસ્યાને ઉજાગર કરવા વર્તમાન પત્રોમાં પણ આ સમાચાર પ્રકાશિત થયા હતા. જે પ્રજાની માંગને તંત્ર દ્વારા હકારાત્મક જવાબ મળતા બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે. જેથી પ્રજામાં આનંદ ફેલાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે, કે છોટાઉદેપુર તાલુકા સહિત જિલ્લામાં હજુ પણ ઘણા વિસ્તારોમાં એસટી બસ નિયમિત જતી નથી. જેના કારણે પ્રજાને જિલ્લા મથક સુધી પહોંચવા માટે ભારે તકલીફ પડે છે. સાથે સાથે પોતાનું ભવિષ્ય સુધરવા શિક્ષણ મેળવવા માટે વિધાર્થીઓને શાળા તથા કોલેજો સુધી પહોંચવું હોય જેમાં પણ તકલીફ ઊભી થાય છે. જે બાબતે તાલુકા પંચાયત સભ્ય હરેશભાઈ રાઠવાએ સાંસદને રજૂઆત કરી હતી. અને લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર થી હરવાટ બસ શરૂ કરવા નિયામક વિભાગીય કચેરી રાજ્ય માર્ગ વાહન પરિવહન વડોદરા ડિવિઝન ઓફિસ ખાતે પત્ર લખી માંગ કરી હતી. જે માગ પૂરી થઈ અને છોટાઉદેપુર થી હરવાંટ બસ શરૂ કરી દેવામાં આવી છે.
( છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામે આવતા 120 બાળકોને અવરજવર માટે ખૂબ જ તકલીફ પડતી હતી જેમાં જેઓ રાયસીંગપુરા, તલાવ ફળિયા, વર્ધી, હરવાટ,ચોકડી, બોપા, માલઘી અને ધર્મજ વગેરે ગામોમાં વિદ્યાર્થીઓને તથા જેતપુર પાવી કોલેજમાં જતા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી હોય આ વિદ્યાર્થીઓ માટે હરવાટ, રાયસીંગપુરા વાયા તેજગઢ છોટાઉદેપુર રૂટ ચાલુ કરવામાં આવતા વિદ્યાર્થીઓ તથા ગામ લોકોમાં આનંદ ફેલાયો છે. અને ગામલોકો તથા વિદ્યાર્થીઓએ સાંસદ જશુભાઈ રાઠવાનો આભાર માન્યો છે. તેમ તાલુકા પંચાયત સભ્ય હરેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું )