*આઠમા નોરતે પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવા સહિત આગેવાનોએ નગરમાં માં અંબાની આરતી નો લહાવો લીધો*
છોટા ઉદેપુર નગરમાં લાયબ્રેરી રોડ ઉપર આઠમા નોરતે નવરાત્રી મહોત્સવમાં ભવ્ય મહાઆરતી નું આયોજન

છોટા ઉદેપુર નગરમાં લાયબ્રેરી રોડ ઉપર આઠમા નોરતે નવરાત્રી મહોત્સવમાં ભવ્ય મહાઆરતી નું આયોજન
આઠમા નોરતે પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવા સહિત આગેવાનોએ નગરમાં માં અંબાની આરતી નો લહાવો લીધો,
છોાઉદેપુર નગરમાં લાયબ્રેરી રોડ ઉપર છેલ્લા ૬૦ વર્ષ થી નિરંતર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના પાવન પર્વ નિમિતે આજરોજ આસો સુદ સાતમ અને આઠમા નોરતે મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, ભાજપ ના આગેવાન રાજુભાઈ અગ્રવાલ, સંદેશ ના પત્રકાર વિવેક રાવલ, શંભુ જાની, વરુણ પટેલ, નરેન જયસ્વાલ સહિત સહિત નગર ના આગેવાનો એ ઉપસ્થિત રહી માં જગદંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. નવરાત્રી પર્વ ના માહોલ માં દિવસે ને દિવસે રંગ જામતો જાય છે. નાના બાળકો થી માંડી સર્વે આનંદિત જણાઈ રહ્યા છે. વરસાદના વિઘ્ન વચ્ચે ગરબે ઘુમવા યુવાધન હિલોળે ચડ્યું હતું. આયોજક મંડળે આજે ઝરમર વરસાદ વચ્ચે પણ ગરબા રમી શકાય તેવું આયોજન કર્યુ હતું.