દાહોદ

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અગાસવાણી ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિર અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અગાસવાણી ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિર અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

દાહોદમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઉદય ટીલાવત તેમજ જિલ્લા ક્ષય તથા રક્તપિત્ત અધિકારી ડૉ.આર.ડી.પહાડીયાના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય શિબિર અંતર્ગત ધાનપુર તાલુકાના અગાસવાણી ગામના CHC ખાતે ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વિવિધ તબીબો દ્વારા આયુષ્યમાન આરોગ્ય મેળો યોજવામાં આવ્યો હતો.

જે દરમ્યાન મેડીસીનના ૧૨૨, સ્કીનના ૪૫, મેન્ટલ ૦૭, ડેન્ટલ ૧૪, સર્જરી ૧૦, ગાયનેક ૨૫, પીડિયાટ્રિક ૧૨, કાન ૦૮અને આંખના ૧૨ આમ વિવિધ વિભાગના ૨૫૫ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.

આ નિમિત્તે લેપ્રસી અને ટીબી સુપરવાઈઝર સિકલસેલ કાઉન્સેલર, લેબોરેટરી ટેકનીશ્યન તેમજ સ્ટાફ નર્સ દ્વારા એચ.આઇ.વી, ટીબી,હિપેટાઇટિસ, રક્તપિત્ત તેમજ સિકલસેલ વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવી હતી.

આ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ નિમિત્તે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રમન સામુહિક આરોગ્ય કેન્દ્ર અગાશવાણીના મેડિકલ ઓફિસર, RBSK નોડલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, અગાસવાણી સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

દિનેશભાઈ શાહ લીમખેડા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!