છોટા ઉદેપુર

*ગણતરીના કલાકમાં અપહરણ થયેલ કિશોરીને શોઘી કાઢતી કરાલી પોલીસ તથા જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી શાખા*

છોટા ઉદેપુર જિલ્લા ના ચીમલી ગામની યુવતી સિંગલકુવા  બસ સ્ટેન્ડ પાસે ઊભી હતી  તા ૧૯ ઓકટોબર ને સાંજે ૫.૪૫ કલાકે સ્પેલ્ડર મો.સા પર આવેલ બે અજાણ્યા યુવાનો સીગલકુવા ગામના બસ સ્ટેન્ડથી યુવતીને બળજબરીથી અપહરણ કરી બાઇક પર બેસાડી ભગાડી લઇ ગયા હતા. જે  બનાવ અંગે કરાલી પોલીસ સ્ટેશન માં જાણ થતાં કરાલી પોલીસ મથકે થી જીલ્લા એલ.સી.બી, એસ.ઓ.જી શાખાને જાણ કરી તેઓને આઘારભુત હકિકત આપી અલગ -અલગ પોલીસ ટીમો બનાવી અંગત બાતમીદારો તથા ટેકનીકલ સોર્સની મદદથી માત્ર બે કલાક જેટલા ટુકાગાળા માં અપહરણ થયેલ કિશોરીને સહિ સલામત શોધી કાઢી  હતી. કરાલી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી ભોગ બનનાર કિશોરીની પૂછપરછ કરતા સદર બનાવ અપહરણ તથા દુષ્કર્મનો હોવાની હકિકત જણાતાં સદર બનાવ પાનવડ પો.સ્ટે. હદ વિસ્તારનો હોય  કરાલી પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં. 000 નંબર BNS કલમ -૬૪(૧), ૮૭, ૭૮,૧૧૫(૧), ૫૪ મુજબની ભોગ બનનાનરની ફરીયાદ આ કામના આરોપીઓ પંકજ દશરથભાઇ રાઠવા રહે, બળદગામ, તા. કવાંટ જી. છોટાઉદેપુર તથા  પંકજનો મિત્ર જેણે શરીરે સફેદ શર્ટ તથા કાળા જેવા કલરનું પેન્ટ પહેરેલ તે મુજબની ફરીયાદ નોંઘી લઇ પાનવડ પો.સ્ટે. તરફ ટ્રાન્સફર કરવામાં આવી છે. જે બીજા આરોપીની ઓળખ મહેન્દ્રભાઇ રાજુભાઇ રાઠવા રહે નારાકુટ તા.કવાંટ જી.છોટાઉદેપુર નો હોવાનુ થયેલ છે.
આમ, માત્ર બે કલાક જેટલા ટુંકા ગાળામાં જ અપહરણ થયેલ કિશોરીને કરાલી પોલીસ તથા જીલ્લા એલ.સી.બી અને એસ.ઓ.જી શાખાના ટીમ વર્કથી શોધી કાઢવામાં સફળતા મળી હતી તેમજ ઉપરોકત બન્ને આરોપીઓને પણ ઝડપી પાડી તેઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!