ગોધરા

મોરવા હડફ તાલુકાના ભંડોઈ-મેથાણ ચોકડી પાસે બાઈક પર જતા યુવાનો પણ જીંવત વીજવાયર પડતા કરુણ મોત થતા પરિવારજનોમા માતમ છવાયો

પંચમહાલ- મોરવા હડફ તાલુકાના ભંડોઈ-મેથાણ ચોકડી પાસે બાઈક પર જતા યુવાનો પણ જીંવત વીજવાયર પડતા કરુણ મોત થતા પરિવારજનોમા માતમ છવાયો

  1. ગોધરા,
    પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના ભંડોઈ ગામના ત્રણ યુવાનો મેથાણ ગામે ડાંગર ઝુડવા ગયા હતા. વહેલી સવારે કામકાજ પતાવીને બાઈક પર પરત પોતાના ઘરે ફરી રહ્યા હતા તે સમયે ભેથાણ ભંડોઈ ચોકડી પાસેથી પસાર થતી વીજલાઈનો થ્રી ફેઝ થાંબલાનો જીવંત વાયરો તુટીને બાઈક પર પડતા યુવાનોને કરંટ લાગતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આશાસ્પદ યુવાનોના કરુણ મોત થતા પરિવારજનોમા પણ શોકની લાગણી છવાઈ ગઈ હતી.મોતને ભેટનારાઓમા બે સગાભાઈનો સમાવેશ થાય છે.
    પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના ભંડોઈ ગામના ત્રણ યુવાનો ભુવનેશ્વર લક્ષ્મણભાઈ મકવાણા, આશિષ લક્ષ્મણભાઈ મકવાણા તથા ગણપતભાઈ નારસિંગભાઈ પલાસ બાજુમા આવેલા મેથાણ ગામે ડાંગર ઝુડવા માટે ગયા હતા.વહેલી સવારે બાઈક પર બેસીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે ભેથાણ-ભંડોઈ ચોકડી પાસેથી તેઓ પસાર થતા હતા. તે સમયે ત્યાથી વીજલાઈનનો થ્રી ફેજનો વાયર તુટીને તેમની બાઈક પર પડતા તેઓ રોડ પર પટકાઈ ગયા હતા. અને કરંટ લાગતા તેઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. કંરટ લાગવાને કારણે તેમના શરીર પણ અડધા સળગી ગયા હતા. બાઈકને પણ નુકશાન થયુ હતુ. મૃતકોમાં ભુવનેશ્વરમકવાણા અને આશિષ મકવાણા બંને સગાભાઈઓ થતા હતા.બનાવની જાણ થતા પણ પરિવારજનો ઘટના સ્થળે પહોચી ગયા હતા. પોતાના યુવાન દિકરાઓનો ગુમાવી દેતા પરિવારજનોમા શોકની કાલીમા છવાઈ ગઈ હતી. પરિવારજનો દ્વારા વીજકંપની સામે આક્રોશ વ્યક્ત કરવામા આવ્યો હતો. સાથે સાથે આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની પરિવારજનો દ્વારા માંગ કરવામા આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!