શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વાટાવછોડા ગામ પાસે એક રોગ સાઈડમા ગફલતભરી રીતે ચલાવીને ટ્રક ચાલકે બાઈક પર શહેરા જતા બે યુવાનોને અડફેટે લીધા હતા.જેમા ગંભીર ઈજાઓ થતા તે પૈકી એક યુવાનનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ, અને અન્ય ઈજાગ્રસ્ત યુવાનના હાલત ગંભીર હોવાનુ જાણવા મળેલ છે. આ મામલે તેના પરિવારજનો દ્વારા ટ્રકચાલક સામે શહેરા પોલીસ મથકે ગુનો નોધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના વાટાવછોડા ગામમા રહેતા બે યુવાનો અજયભાઈ અભેસિંહ પટેલીયા અને ગજેન્દ્રભાઈ સામતસિંહ પટેલીયા બાઈક પર બેસીને ઘરવખરીનો સામાન લેવા માટે શહેરા જતા હતા તે સમયે વાટા વછોડા ચોકડી પાસે એક ટ્રકનો ચાલક ગફલતભરી રીતે ટ્રક હંકારીને આવતો હતો તેમને યુવાનોને અડફેટમા લીધા હતા.જેમા ટ્રકના તોતિંગ પૈડા અજયભાઈના માથા પર ફરી તેનુ ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ. અન્ય ઘાયલ થયેલા યુવક ગજેન્દ્રભાઈ ને પણ ગંભીર ઈજા થવા પામી હતી. તેને શહેરા દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. મરણ જનારની અજયભાઈ ની લાશને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જઈ જવામા આવી હતી. આ મામલે ટ્રક ચાલક સામે પરિવારજનો દ્વારા શહેરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોધાવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરા તાલુકાના વાટા વછોડા ગામે રહેતા અજયભાઈ અભેસિંહ પટેલીયાની માતા વિધવા છે અને તેઓને પતિ નથી અને સંતાનમાં બે જ પુત્ર હતા જેમાંથી ગઈકાલે વાટા વછોડા ચોકડી ઉપર અજયભાઈ પટેલિયા પોતાની બાઇક લઇને પોતાના ફળિયાના યુવાન સાથે શહેરા ખાતે સર સમાન લેવા માટે ગયા હતા. ત્યારે રોડ ઉપર રોંગ સાઈડ ઉપર આવેલ ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા અજયભાઈ પટેલિયા નું ઘટના સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પોતાના દીકરાનો અકાળે મોત થતા માતાએ હૈયા ફાટ રુદન કરી રહ્યા હતા. અજયભાઈ પટેલિયા ખાનગી ફાઈનાન્સની કંપનીમાં ઘોઘંબા ખાતે નોકરી કરતા હતા. આમ અણધાર્યા મોત થતા ગામમાં મોતનું માતમ છવાયું હતું.