*છોટા ઉદેપુર ખાતે રેન્જ આઈ.જી. સંદીપસિંહ દ્વારા મુલાકાત લેવામાં આવી*
વાર્ષિક ઇન્સ્પેક્ષન હોય જે યોજી જિલ્લા પોલીસ વડી કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઇ
છોટા ઉદેપુર જિલ્લામાં દર વર્ષે વડોદરા રેન્જમાં આવતા જિલ્લાઓમાં પોલીસ મહાનિરીક્ષક દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. જે અંતર્ગત વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ દ્વારા હાલમાં છોટાઉદેપુર જિલ્લા ખાતે પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાં આવતા વિવિધ પોલીસ મથકોની મુલાકાત આઇ. જી. દ્વારા લઇ પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જરૂર જણાય ત્યાં સૂચનો પણ કરવામાં આવ્યા હતા. જ્યારે છોટાઉદેપુર પોલીસની કામગીરી થી સંદીપસિંહ સંતુષ્ટ થયા હતા . જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખની આગેવાનીમાં જિલ્લાની પોલીસની કામગીરીને બિરદાવી હતી. તેમજ આગળ પણ આવી સારી કામગીરી થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ અંગે તેઓએ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે એક પત્રકાર પરિષદ યોજી તેઓ કરેલી પોલીસ કામગીરીની સમીક્ષા અંગે વિગતવાર જાણકારી આપી હતી.
( વડોદરા રેન્જ આઇ.જી.પી. સંદીપસિંહે જણાવ્યું હતું કે વડોદરા રેન્જ ઓફિસ તરફથી દર નવેમ્બર માસમાં વાર્ષિક ઇન્સ્પેક્શન લેવામાં આવે છે જે અનુસંધાને અમારા દ્વારા છોટા ઉદેપુર પોલીસ તેમજ વિવિધ બ્રાંચની કામગીરીની સમીક્ષા આ વર્ષે પણ કરવામાં આવી. જે અંતર્ગત છોટા ઉદેપુર ના બોડેલી, કદવાલ પોલીસ મથકો ની મુલાકાત તથા નસવાડીમાં પોલીસ આવાસોના ખાત મુહૂર્ત માં હાજરી આપી હતી જ્યારે અન્ય બ્રાન્ચ ની મુલાકાત લેતા સારી કામગીરી થઇ રહી છે તેમ જણાવ્યું હતું. જ્યારે છોટા ઉદેપુર ખાતે પરેડ નું નિરીક્ષણ કરાયું જેમાં પોલીસ ની તૈયારી અને આયોજન જોવા મળ્યું જેમાં મોકડ્રીલ, ચેક પોસ્ટ ઓપરેશન ની પણ સમીક્ષા કરવામાં આવી હતી. અને વિવિધ બ્રાંચો ની તૈયારીઓ ની સમીક્ષા કરવામાં આવી હતી ગત વર્ષે જે સારી કામગીરી કરવામાં આવી તેના કરતા પણ વધારે સારી કામગીરી કરવામાં આવે અને ઓછામા ઓછા સમયમાં પ્રજાને કેવીરીતે મદદ કરી શકાય. ગત વર્ષે સાયબર ક્રાઇમ ફ્રોડના ૨૨ લાખ રૂપિયા પ્રજાને પરત કર્યા છે. આવનારી લોક અદાલતમાં પોલીસ દ્વારા શું આયોજન કરવુ જોઈએ તે અંગે ચર્ચાઓ કરવામાં આવી તથા અન્ય પોલીસ વ્યવસ્થા બાબતે જરૂરી સૂચનો આપ્યા છે તેમ જણાવ્યું હતું )
રિપોર્ટર: અબુલ આસ ગોહિલ ( છોટાઉદેપુર )