છોટાઉદેપુર નગર માં પથારા કરીને તંબુ લગાવતા વેપારીઓ
ગૌરવ પથ ઉપર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો તથા ટ્રાફિકની ભારે સમસ્યા
છોટાઉદેપુર નગર માં તળાવ કિનારે ગૌરવ પથ આવેલો છે. જે નગરની મધ્યમનો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે. જ્યારે કુસુમ સાગર તળાવનું હાલ સાડા ત્રણ કરોડના ખર્ચે નવિનીકરણ નુ કામ ચાલી રહ્યું છે. જ્યારે તળાવ કિનારે પથારા કરીને શાકભાજી તથા અન્ય જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ નો વેપાર કરતા વેપારીઓ દુકાનો માંડે છે પરતું માત્ર પથારા કરે તો જગ્યા ઓછી રોકાય અને પથારા સ્થાને મોટા તંબુ તાણી દેતા ગૌરવ પથ નો મુખ્ય માર્ગ ખુબજ સાંકડો થઇ જાય છે. જેના કારણે ફોર વ્હીલ વાહનો ને આવવા જવામાં તકલીફ પડે છે અને ટ્રાફિક ની સમસ્યા સર્જાય છે જે બાબતે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે. અન્ય દબાણો હટાવવા એના કરતાં નડતર રૂપ દબાણો હટાવવા એ ખૂબ જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે છોટા ઉદેપુરનગર માં શાક માર્કેટ ભરાય છે. તે સ્થળે પથારા કરીને મોટા તંબુ બાંધતા વેપારીઓ ટ્રાફિક અને પ્રજાને ભારે અડચણ રૂપ બન્યા છે જેની ઘણી રજૂઆતો પણ મીડિયા ને મળી રહી છે. નગર પાલિકા દ્વારા આ વેપારીઓ માટે અલાયદું શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે. પરતું ત્યાં કોઈ દુકાન લગાવતા નથી. અને બહાર મુખ્ય માર્ગ ઉપર બેસતા હોય છે. સાથે સાથે રખડતા પશુઓનો પણ ભારે ત્રાસ વર્તાઈ રહ્યો છે. પાથરેલા શાકભાજીમાં પશુ મોઢું મારે ત્યારે દુકાનદાર દંડો ઉગા્મે છે જેથી ભડકીને પશુ ભાગે તો બાઈક કે અન્ય વાહન ચાલક ને અથડાય છે અને પાડી દે છે. આવું અવારનવાર બનતુ હોય છે. પરતું આ પરિસ્થિતિમાં સુધાર આવતો નથી. જેથી વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાનો ગરીબ વેપારી પથારા પાથરી પોતાનું પેટીયું રડે એનો વાંધો નથી પરતું મોટા તંબુના સ્થાને લારી કે નાના પથારા પાથરી મુખ્ય માર્ગને ખુલ્લો રાખે તો વાહન ચાલકો અને રાહદારીઓ રાહત રહે અને મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા હલ થાય.
છોટા ઉદેપુર નગર પાલિકા ચીફ ઓફિસર ભાવીનભાઈ બરજોડ એ જણાવ્યું હતું કે ગૌરવ પથ ઉપર પથારા કરીને બેસતા વેપારીઓ જે મોટા તંબુ લગાવે છે તે વ્યાજબી નથી. હાલમાં શાકભાજીના વેપારીઓ માટે શાક માર્કેટ બનાવેલું તૈયાર જ છે અને નવી જગ્યા પણ ફાળવવા માં આવી છે. હાલ કુસુમ સાગર તળાવનું બ્યુટી ફિકેશનની કામગીરી ચાલુ છે. જેથી આવનારા દિવસોમાં આ તળાવ કિનારે બેસતા અડચણ રૂપ છે તેઓને હટાવવામાં આવશે. દુકાનદારો માત્ર પથારા કે લારી કરીને બેસતા હોય તો જગ્યા ઓછી રોકાય પરતું મોટા તંબુ બનાવે છે તે વ્યાજબી નથી. આના કારણે ટ્રાફિકની સમસ્યાનુ સર્જન થાય છે જે બાબતે પગલા ભરવામાં આવશે તેમ ચીફ ઓફિસર એ જણાવ્યું હતું.