બોડેલી
સાંસદ ખેલ કરાટે સ્પર્ધામાં પારુલ યુનિવર્સિટીનો આર્યન પાટીલ સિલ્વર મેડલ વિજેતા બન્યો
વડોદરા સમા ઇંટોર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 26, 27 ,28 ડિસેમ્બર 2024 ના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તથા કરાટે સ્પોર્ટ એસોસિએશન વડોદરા દ્વારા જીતશે વડોદરા ના થીમ સાથે સાંસદ ખેલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરાટે સ્પર્ધામાં પારુલ યુનિવર્સિટીની પારુલ પોલિટિકલ ઇન્સ્ટિટયૂટમાં એન્જિનિયરિંગ માં અભ્યાસ કરતો આર્યન કલ્પેશ પાટીલ ઉમર 17 નાઓએ ઓપન કેટેગરીમાં ભાગ લઈ સિલ્વર મેડલ વિજેતા બન્યો સ્પર્ધા પૂર્ણ થયા બાદ સાંસદ સભ્ય હસ્તે મેડલ થતા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે આમ આર્યન પાટીલે મેડલજી થી પારુલ યુનિવર્સિટીને સન્માન અપાવેલ છે આર્યન પાટીલ કરાટે ની તાલીમ પ્રતીક તથા અનુપ સર પાસે લે છે.