Uncategorized
યુવા પત્રકાર વિવેકભાઈ રાવલના જન્મ દિવસની કેક કાપીને ઉજવણી કરાઇ
છોટાઉદેપુર જિલ્લાના ગુજરાત સમાચાર, સંદેશ તેમજ દિવ્ય ભાસ્કર ના યુવા પત્રકાર વિવેકભાઈ રાવલ નો તા.૦૨-૦૧-૨૦૨૫ ના આજે જન્મ દિવસ હોય નગરના તમામ પત્રકાર મિત્રોની હાજરીમાં કેક કાપીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નગરના તમામ પત્રકાર મિત્રો એ શતાયુ બનવાની શુભેચ્છા સાથે જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વિશિષ્ઠ વ્યક્તિત્વના ધની વિવેકભાઈ રાવલ ઘણા વર્ષોથી નિષ્પક્ષ પત્રકારત્વ કરી જિલ્લામાં સેવા આપી રહ્યા છે. લોકશાહી ના ચોથા સ્તંભ ગણાતા પત્રકારત્વ ના વ્યવસાય માં જિલ્લાના વરિષ્ઠ પત્રકાર સ્વ. સંતોષભાઈ રાવલ નો વારસો તેઓએ જાળવી રાખ્યો છે. સમગ્ર જિલ્લામાં તમામ સમાજના આગેવાનો તેમજ અધિકારી વર્ગમાં તેઓ લોકપ્રિય બન્યા છે. આજે તેમના જન્મદીન ની મિત્રો દ્વારા કેક કાપી શુભેચ્છાઓ આપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.