*છોટાઉદેપુર બ્રેકિંગ* છોટાઉદેપુર નગર પાલિકા ની ચૂંટણી નુ જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ, તા. ૧૬ ફેબ્રુઆરી એ ચૂંટણી યોજાશે
છોટાઉદેપુર નગર પાલિકા ની ચૂંટણી નુ જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ, તા. ૧૬ ફેબ્રુઆરી એ ચૂંટણી યોજાશે
છોટા ઉદેપુર નગર પાલિકા ની ચૂંટણી મુદ્દત વીત્યા પછી પણ છેલ્લા ઘણા સમયથી અટકી રહી હતી. છેલ્લા ઘણા સમયથી વહીવટદાર નું શાસન ચાલતું હોય સ્થાનિક પ્રજા કાગડોળે ચૂંટણી ની રાહ જોઈ રહી હતી. આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ૫૬ જેટલી નગર પાલિકા સહિત મહાનગર પાલિકા ની ચૂંટણી નું જાહેરનામુ પ્રસિદ્ધ થતા રાજકીય ક્ષેત્રે ગરમાટો આવી ગયો છે. નગર પાલિકા ની ચૂંટણી ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ યોજાશે જ્યારે ચૂંટણી આયોગ દ્વારા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧ ફેબ્રુઆરી જાહેર કરવામાં આવી છે જ્યારે મત ગણતરી તા ૧૮ ફેબ્રુઆરી ના રોજ યોજાશે. છોટા ઉદેપુર નગર પાલિકા ચૂંટણી નું જાહેરનામુ પ્રસિધ્ધ થતાં જ ચૂંટણી લઢવા ઇચ્છતા ઉમેદવારો દોડતા થઇ ગયા છે. કેટલાક મનગમતી પાર્ટી ની ટીકીટ મેળવવા ગોડ ફાધર ને શરણે પહોંચી ગયા છે જ્યારે કેટલાક ટિકિટ ના મળે તો અપક્ષ પણ ઝંપલાવવા તૈયાર થઈ ગયા છે. નગર પાલિકા ની આવનારી ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ, બસપા સહિત આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લઢવા કમ્મર કસી રહ્યા છે. જેથી આવનારી ચૂંટણી ભારે રસાકસી ભરી રહેશે તેમ લાગી રહ્યું છે. જો કે અપક્ષ રહી ચૂંટણી લઢવા ની ઈચ્છા ધરાવતા યુવાનો પણ હાલ તો ફોર્મ માં જણાઈ રહ્યા છે. ટૂંક માં છોટા ઉદેપુર નગર પાલિકા ની આવનારી ચૂંટણીમાં ઉમેદવારો નો રાફડો ફાટે તો નવાઈ નહીં રહે.