છોટા ઉદેપુર
* લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાની મહિલા અને બાળ વિકાસ વિભાગની સ્ટેટ મોનિટરિંગ સમિતિમાં વરણી*

સાંસદ જશુભાઈ રાઠવાની મહિલા અને બાળ વિકાસ વિભાગની સ્ટેટ મોનિટરિંગ સમિતિમાં વરણી
રાજ્ય સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજનાની કામગીરી અને આ યોજના અંતર્ગત થતી કામગીરીનું યોગ્ય અમલીકરણ અને સમીક્ષા માટે વિવિધ સ્તરે સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાને સ્થાન અપાયું છે. આ સમિતિમાં તેમની સાથે અમદાવાદ સાંસદ દિનેશભાઈ મકવાણા, સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયા, મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ તેમજ રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાનો પણ સમાવેશ કરાયો છે.
બાળકોમાં કુપોષણ દૂર કરવાથી માંડીને તેમના આરોગ્ય સંબંધી અમલી અનેકવિધ યોજનાઓનું યોગ્ય મોનિટરીંગ થાય અને તેનું રાજ્ય સ્તરે સુપરવિઝન થઈ શકે તે માટે આ સમિતિની રચના કરાઇ છે.