*દિલ્હી વિધાનસભામાં કેસરિયો લહેરાતા છોટા ઉદેપુર ખાતે વિજયોત્સવ મનાવાયો *
લોકસભા સાંસદ , ધારાસભ્ય સહિત આગેવાનોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી

દિલ્હી વિધાનસભામાં કેસરિયો લહેરાતા છોટા ઉદેપુર ખાતે વિજયોત્સવ મનાવાયો
લોકસભા સાંસદ , ધારાસભ્ય સહિત આગેવાનોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી
દિલ્હી વિધાનસભામાં ભાજપા દ્વારા ભગવો લહેરાતા છોટા ઉદેપુર કાલિકા માતા મંદિરના ચોકમાં ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવાયો હતો. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા 48 વિધાનસભા બેઠક ઉપર જીત મેળવી દિલ્હી માં ભાજપ સરકાર બનતા ભાજપા ના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ એ ઉત્સાહ થી વધાવ્યો હતો ફટાકડા ફોડી એકમેકને મીઠાઈ ખવડાવી દિલ્હીની ભવ્ય જીતની ખુશી મનાવી હતી. હાલ છોટા ઉદેપુર નગર પાલિકા ની ચૂંટણી પણ ચાલી રહી છે. જેથી આ ખુશી બેવડાઈ હતી અને છોટા ઉદેપુર માં પણ વીજય મેળવવા કાર્યકરો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત જિલ્લા, તાલુકા તેમજ નગર ના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.