*છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં મતદારો ઉત્સાહભેર જોડાયા*
*સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરતા યુવા મતદારોમાં ભારે ઉત્સાહ*

*છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં મતદારો ઉત્સાહભેર જોડાયા*
*સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરતા યુવા મતદારો માં ભારે ઉત્સાહ*
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૫, સમગ્ર રાજયમાં ૬૬ નગરપાલિકાના ૪૬૧ વોર્ડની ૧૮૪૪ બેઠકો પર આજ રોજ મતદાન થઈ રહ્યું છે. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી – ૨૦૨૫માં છોટાઉદેપુર નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો પર ૯૯ ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી. છોટાઉદેપુર નગરપાલિકાની મતદાન પ્રક્રિયા દરમિયાન નગરજનો ઉત્સાહભેર મતદાન કરવા જોડાયા હતા. ૨૮ બેઠકોનું પરિણામ ૧૮ ફેબ્રુઆરીએ જાહેર થશે.
છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મોટી સંખ્યામાં યુવા મતદારોએ ઉત્સાહ બતાવ્યો હતો. શેખ સિફાબાનુએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી – ૨૦૨૫માં પ્રથમ વખત મતદાન કર્યું હતું. પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા યુવા મતદાર ચૌહાણ ધ્રુમા એ કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમ વખત વોટ આપતા મને ખુશી મળી છે.