
હાલોલ,
પંચમહાલ જીલ્લાના હાલોલ પાસેના રામેશરા ગામે નર્મદા કેનાલમાંથી મીણીયાની થેલીમા જાંબુઘોડા તાલુકાના ડુમા ગામના સુરેશભાઈ બારિયાની લાશ મીણીયા થેલામા બાંધેલી હાલતમાં મળી આવી હતી. આ મામલે હાલોલ ગ્રામ્ય પોલીસે ગુનો નોધીને સમગ્ર મામલાની ઝીણવટ ભરી તપાસ કરતા ચોકાવાનારી વિગતો સામે આવી હતી. જેમા પ્રેમસંબંધની શંકાએ મિત્ર દ્વારા જ હત્યા કરી નાખવામા આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે આ મામલે જાંબુઘોડા તાલુકાના ડુમા ગામના ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના રામેશરા પાસેથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાંથી એક અજાણ્યા ઈસમની લાશ પોટલુ બાંધેલી હાલતમા મળી આવતી હતી. પોલીસે આ મામલે લાશ્કરોની મદદથી લાશને બહાર કાઢીને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમા પ્રાથમિક તપાસમા આ લાશ સુરેશભાઈ રમણભાઈ બારિયા રહે ડુમા ગામ તા જાંબુઘોડા જી પંચમહાલ હોવાની વિગતો સામે આવી હતી. અને માથાના ભાગે ઈજા થઈ હોવાના નિશાન જણાતા પાલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોધી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.પોલીસે આ મામલે હ્યુમન સોર્સનો ઉપયોગ કરી હત્યા કરી નાખનારા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમની તપાસ કરતા ચોકાવનારી વિગતો સામે આવી હતી. આરોપી કિશન પ્રભાતભાઇ નાયક રહે. ડુમા વચલું ફળીયુ તા.જાંબુઘોડા નાએ ડુમા ગામની એક પરણીત મહીલાને મારી સાથે બોલવુ છે તેમ પુછેલુ હતુ જે બાબતે મરણ જનારા સુરેશભાઇ રમણભાઇ બારીયાએ આરોપી કિશન સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો આ વખતે આરોપી કિશન પ્રભાતભાઇ નાયક નાએ તેના હાથમા પહેરેલ કડુ મરણ જનાર સુરેશભાઈ ને માથામા મારી દઇ ગંભીર ઇજા પહાચાડી હત્યા કરી દીધી હતી.ત્યારબાદ તેના મિત્ર ગણપતભાઇ ઉર્ફે વેચાતભાઇ તડવી રહે.ડુમા ગામ તા.જાબુંઘોડા જી.પંચમહાલ તથા આરોપી આનંદભાઇ વરસનભાઇ નાયક રહે.ડુમા ગામ તા. જાબુંઘોડા જી.પંચમહાલની મદદથી લાશને મીણીયાની થેલીમા ભરી લઈ મોટર સાયકલ મારફતે લઇ જઇ નર્મદા કેનાલમા નાખી દઇ તેમજ આરોપીએ ગુનો કરતી વખતે પહેરેલા કપડા સળગાવી દીધા હતા.તેમજ ગુનામા વપરાયેલુ લોખંડનુ કડુ ફેકી દીધુ હતુ.પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલા આરોપીઓ
(૧) કિંશન પ્રભાતભાઇ નાયક રહે.(૨) ગણપતભાઇ ઉર્ફે વેચાતભાઇ તડવી (૩) આનંદભાઇ વરસનભાઇ નાયક તમામ રહે રહે.ડુમા ગામ તા.જાબુંઘોડા જી.પંચમહાલ