શહેરા તાલુકામાં નલ સે જલ યોજના હેઠળ નળ તો લગાવી દીધા પણ… ટીપુંય પાણી આવતુ નથી ગ્રામીણ વિસ્તારની મહિલાઓનો ગંભીર આક્ષેપ
100 જેટલી મહિલાઓએ આજે ગોધરા કલેકટર કચેરી ખાતે પહોચીને ઉગ્ર રજુઆત

ગોધરા
ગુજરાતના ગામોમાં આવેલા છેવાડા ગામોને પીવાનુ પાણી મળી રહે તે હેતુથી સરકારે નલ સે જય યોજના અમલી બની છે. યોજનાનો હેતુ ગામડામાં રહેતી બહેનોને દુર સુધી પાણી લેવા જવું ન પડે. પંચમહાલના શહેરા તાલુકામાં આ યોજના હેઠળ કામગીરી કરવામા આવી હતી. કેટલાક ગામોમા હજી પણ પાણી ન આવતું તે ગામોની મહિલાઓએ જીલ્લા કલેકટર કચેરીએ જોરદાર રજુઆત કરી હતી સાથે નલ સે જલ પાણી આપો પાણી આપો ના સુત્રોચ્ચાર પોકાર્યા હતા. મહિલાઓએ જણાવ્યુ હતું કે અમારો વિસ્તારમાં પાણીનુ સ્તર ઉનાળાની શરૂઆત થતા સ્થળ નીચા જાય છે. અમે તાલુકા તંત્રમાં રજુઆત કરવા જઈએ છે અમને એવું કહેવામાં આવે છે કે તમારા ગામમા નલ સે જલ યોજના છે. મહિલાઓએ વધુમાં જણાવ્યુ હતુ કે નલ સે જલ યોજના અંતર્ગત નળ તો લગાવી દીધા છે પણ તેમા ટીપુ પાણી આવતું નથી.
પંચમહાલ જીલ્લામાં શહેરા તાલુકામાં નલ સે જલ યોજના અંતર્ગત પીવાના પાણીના નળ લગાવેલા છે તેમા પાણી ન આવતુ હોવાના આક્ષેપ સાથે શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રહેતી 100 જેટલી મહિલાઓએ આજે ગોધરા કલેકટર કચેરી ખાતે પહોચીને ઉગ્ર રજુઆત સાથે સુત્રોચ્ચાર કર્યો હતા.અમારી -રજુઆતનો જવાબ મળતો નથી. સવારે ઉઠીને અમારે પાણીની જરૂર પડે છે. એક મહિલાએ જણાવ્યુ કે મારે દુરથી પાણી લાવુ પડે છે. બીજી એક મહિલાએ આક્ષેપ કે ફોટા પાડવા માટે જ ખાલી નલ સે જલ મા પાણી ચાલુ કરાવ્યુ હતુ સાથે મહિલાઓએ હેન્ડપંપ પણ લગાવી આપવામાં આવે તેવી રજુઆત કરી હતી.
અત્રે નોંધનીય છે કે સરકાર દ્વારા લાખો કરોડો રુપિયા ખચીને પાણી માટે ની યોજનાઓ અમલી બનાવાય છે. પાઈપલાઈન, નળ બેસાડવામાં આવે છે. ત્યારે પછી પાણી ન આવતા સ્થાનિક ગ્રામજનોમાં નિરાશાની લાગણી જોવા મળે છે, હવે ધીરેધીરે શિયાળો વિદાય લઈ રહ્યો છે. અને ઉનાળાની શરૂઆતમા પાણી માટે રજુઆત કરવી પડે છે. ત્યારે આગળ જતા પાણી માટે મહિલાઓએ કેવી પરિસ્થીતિનો સામનો કરવો પડશે ? આ મામલે જવાબદાર તંત્ર શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં જે ગામોમાં નલ સે જલ યોજના હેઠળ પાઈપલાઈન નાખેલી છે. પણ પાણી નથી આવતું તે મામલે તાત્કાલિક પગલા લઈને પાણી શરૂ કરવામાં આવે તેવું મહિલાઓની માંગ છે.