છોટા ઉદેપુર
*હર મહાદેવ ઓમ નમઃ શિવાય અને બમ ભોલે ના ગગન ભેદી નાદ થી શિવાલયો ગુંજી ઉઠ્યા *
છોટાઉદેપુર પંથકમાં આવેલ શિવાલય ઉપર વહેલી સવારથી ભગવાન શિવની પૂજા અને દર્શન અર્થે ભાવિક ભક્તોની ભીડ જામી

હર મહાદેવ ઓમ નમઃ શિવાય અને બમ ભોલે ના ગગન ભેદી નાદ થી શિવાલયો ગુંજી ઉઠ્યા
છોટાઉદેપુર જિલ્લામાં શિવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી ભક્તો શિવ શક્તિની ભક્તિમાં રંગાયા
છોટાઉદેપુર પંથકમાં આવેલ શિવાલય ઉપર વહેલી સવારથી ભગવાન શિવની પૂજા અને દર્શન અર્થે ભાવિક ભક્તોની ભીડ જામી
છોટાઉદેપુર નગર નજીક આવેલ પૌરાણિક શ્રી જાગનાથ મહાદેવ મંદિર, નગરમાં આવેલ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર અને દેવહાટ ગામ ખાતે આવેલ અતિ પ્રાચીન શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી માત્રામાં ભક્તો ઉમટી પડ્યા. પૂજા, અભિષેક કરી ધન્ય બન્યા
સમગ્ર વર્ષ દરમિયાન શ્રાવણ માસ અને શિવરાત્રી મહા વદ તેરસ ના દિવસે શિવ શક્તિની આરાધના નું અનેરૂ મહત્વ હોય હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય અને બમ ભોલે ના ગગન ભેદી નાદ થી શિવાલયો ગુંજી ઉઠ્યા