પંચમહાલ જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ની સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આજથી પ્રારંભ

શહેરા
પંચમહાલ જિલ્લામાં આજથી બોર્ડ ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. શહેરા ખાતે આવેલા પરીક્ષા સેન્ટરો ખાતે આજે પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓનુ ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.શહેરા ખાતે આવેલી શ્રીમતી એસ. જે.દવે હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ની સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. પંચમહાલ જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે શહેરા ખાતે આવેલા શ્રીમતી એસ.જે દવે હાઈસ્કૂલના પરીક્ષા સેન્ટર ખાતે પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ધોરણ 10 નું પહેલું પેપર હોવાથી વિદ્યાર્થીઓ કુમકુમ તિલક અને ફુલહાર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
પરીક્ષા ને લઈને વાલીઓનો પણ જમાવડો પરીક્ષા સેન્ટરની બહાર જોવા મળ્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભકામના પાઠવવામાં આવી છે.
રિપોર્ટર, વિનોદ પગી