શહેરા તાલુકાના ભદ્રાલા પંચાયતના તલાટીકમ મંત્રી વિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ
શહેરા તાલુકાના ભદ્રાલા પંચાયતના તલાટીકમ મંત્રી વિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

શહેરા તાલુકાના ભદ્રાલા પંચાયતના તલાટીકમ મંત્રી વિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદશહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ ખોટા લગ્ન રજીસ્ટર સર્ટી બનાવી તથા લગ્નની નોંધણી રજીસ્ટરમાં નોંધ નહીં કરી તથા બીજા અન્ય વ્યક્તિઓના લગ્નની નોંધણી સર્ટિફિકેટ ખોટા બનાવી આપતા શહેરા પોલીસ મથકમાં તલાટી કમ મંત્રી વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આણંદના સંદેસર ગામના ભાવેશભાઈ ચૌહાણે શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની પુત્રી શ્વેતાને ઉમરેઠના થામણા ગામના મિન્કેશ મકવાણા ભગાડી ગયો હતો. અને 10 એપ્રિલના રોજ શ્વેતાને વિદ્યાનગરની ઝવેરાત જ્વેલર્સની દુકાને મૂકી આવ્યા બાદ, સાંજે 7 વાગ્યે તેણીએ પિતાને ફોન કરી મિન્કેશ સાથે લગ્ન કર્યાની જાણ કરી હતી. ત્યારબાદ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મિન્કેશ પહેલેથી પરણિત છે. તેણે શ્વેતાને ફોસલાવીને ભદ્રાલા ગામે બનાવટી પુરાવા ઉભા કરી ખોટું લગ્ન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મે 2024માં ભદ્રાલા ગ્રામ પંચાયતમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે આ કૃત્ય માટે જવાબદાર તલાટી પી.એ. પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે.શહેરા તાલુકા પંચાયતમાં તપાસ કરતાં જોવા મળ્યું કે 28 નવેમ્બર 2023ના રોજ બનાવવામાં આવેલા લગ્ન સર્ટિફિકેટ નંબર 271/2023ની નોંધણી રજિસ્ટરમાં કોઈ માહિતી નથી અને તે ખાનું કોરું છે.ફરિયાદીના આરોપ મુજબ, તલાટી પરમારે શ્વેતા અને મિન્કેશ ઉપરાંત અન્ય કેટલાક લોકોના પણ ખોટા લગ્ન સર્ટિફિકેટ બનાવ્યા છે અને નિભાવવાના રજિસ્ટરમાં પણ તેની નોંધ કરી નથી..
રિપોર્ટર. વિનોદ પગી