શહેરા
શહેરા- જુના ખેડા પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ધામધુમથી ઉજવણી કરાઈ
શહેરા- જુના ખેડા પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ધામધુમથી ઉજવણી કરાઈ

પંચમહાલ જીલ્લાના શહેરાનગર સહિત ગ્રામીણ વિસ્તારમા 71માં પ્રજાસત્તાક પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. શહેરા તાલુકામા આવેલી પ્રાથમિક,માધ્યમિક શાળાઓમાં પણ પ્રજાસત્તાક પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. શહેરા તાલુકાના જુના ખેડા પ્રાથમિક શાળા ખાતે પણ પ્રજાસત્તાક પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. ગામમા સૌથી વધારે અભ્યાસ કરેલી દીકરીના તેજલબેન જીવાભાઈ ભેદીના હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ તેને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામા આવી હતી.સાથે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કર્યો હતો. શિક્ષકો,વિદ્યાર્થીઓ,ગ્રામજનોએ પણ ઉપસ્થિત રહીને તિરંગાને સલામી આપી હતી.