*આદિવાસી સંસ્કૃતિ સમા કવાંટ ગેર ના મેળામાં ત્રણેય રાજ્યોના આદિવાસી ગ્રામજનો વિવિધ પહરવેશમાં આગવી છટામાં નૃત્ય કરતા દેખાયા*
દેશ વિદેશ થી સહેલાણીઓ કવાંટ આવ્યા

આદિવાસી સંસ્કૃતિ સમા કવાંટ ગેર ના મેળામાં ત્રણેય રાજ્યોના આદિવાસી ગ્રામજનો વિવિધ પહરવેશમાં આગવી છટામાં નૃત્ય કરતા દેખાયા
છોટાઉદેપુર જિલ્લા ના કવાંટમાં હોળી પછી ત્રીજના દિવસે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો ભરાય છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર ની સરહદે આવેલા કવાંટ ખાતે આદિવાસી સંસ્કૃતિ ની ઝાંકી સમાન ગેર ભરાય છે. અહીં ત્રણે રાજ્ય ની આદિવાસી પ્રજા પોતપોતાના આગવા પહેરવેશ પહેરી માંન્દલ પીહાના તાલે પોતાની આગવી શૈલીમાં નૃત્ય કરી ગેર ઉઘરાવતા હોય છે. ગેરના મેળામાં આદિવાસી ગ્રામજનો પોતાની લીધેલી માનતા બાધા પુરી કરવા ગૈરેયા બને છે.
ગુજરાત સહિત ત્રણેય રાજ્યોના આદિવાસી ગ્રામજનો લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને આદિવાસી સંસ્કૃતિ ની ઝાંકી કરાવતા હતા. આ ગૈરેયા ઓને જોવા દેશ વિદેશ થી સહેલાણીઓ કવાંટ આવ્યા હતા. મેળામાં લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, ધારાસભ્યો તેમજ વિવિધ આદિવાસી આગેવાનો પોતપોતાની મંડળીઓ લઇ ગેર ના મેળાને મ્હાલવા આવ્યા.