*ગેરના મેળામાં પોતાના ગૃપ થી છૂટા પડી ગયેલા વિદેશી નાગરિક ને ગૃપ સાથે ભેટો પોલીસે કરાવ્યો , ગૃપ એ પોલીસ નો આભાર માન્યો *
ગેર ના મેળામાં એક નેધરલેન્ડના વયો વૃદ્ધ *અમદરે* પોતે પોતાના ગ્રુપથી વિખુટા પડી ગયા હતા

ગેરના મેળામાં પોતાના ગૃપ થી છૂટા પડી ગયેલા વિદેશી નાગરિક ને ગૃપ સાથે ભેટો પોલીસે કરાવ્યો , ગૃપ એ પોલીસ નો આભાર માન્યો *
આજ રોજ તારીખ 16-3-2025 ના રોજ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વવિખ્યાત ગેરનો મેળો યોજાયો હતો. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના આદિવાસી સમુદાયના લોકો પરંપરાગત વાજિંત્રો લઈ અલગ અલગ વેશભૂષા ધારણ કરીને આવે છે અને તે નિહાળવા સારું દેશ વિદેશના નાગરિકો પણ મોટી સંખ્યામાં આવ્યા હતા
જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો અને જાતે થી હાજર રહી બંદોબસ્ત નું સુપરવિઝન કર્યુ હતું.
ગેર ના મેળામાં એક નેધરલેન્ડના વયો વૃદ્ધ *અમદરે* પોતે પોતાના ગ્રુપથી વિખુટા પડી ગયા હતા. જેથી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિદેશી નાગરિકને શોધી કાઢવા અલગથી ટીમો બનાવી કવાંટ બજારના અલગ અલગ વિસ્તારોમાં શોધખોળ ચાલુ કરી હતી. અને વિદેશી નાગરિક નસવાડી રોડ ઉપર ચિંતિત અવસ્થામાં મળી આવતા તેઓને તેમના ગ્રુપ સાથે મેળવી દેવામાં આવ્યા હતા.
છોટાઉદેપુર પોલીસ દ્વારા તેને સાંત્વના આપી પાણી પીવડાવી તેમના ગ્રુપ સાથે મિલન કરાવતા ભાવુક દ્રશ્યો સર્જાયેલા હતા. તેમના ગ્રુપ દ્વારા છોટાઉદેપુર પોલીસનો આભાર માનવામાં આવેલ હતો.