*પાણીની સમસ્યાથી કપરી ગરમીમાં પાણી માટે રઝળપાટ કરતા છોટાઉદેપુર જિલ્લાના ગરીબ આદિવાસી*
ફારસરૂપ સાબિત થયેલી નલ સે જલ યોજનાની સિમેન્ટ ની કામગીરી પણ તકલાદી હોવાની લોકોમાં બુમ ઉઠી, યોજનાની કામગીરી લોકો વચ્ચે હાસ્યાસ્પદ બની

પાણીની સમસ્યાથી કપરી ગરમીમાં પાણી માટે રઝળપાટ કરતા છોટાઉદેપુર જિલ્લાના ગરીબ આદિવાસી
છોટા ઉદેપુર જિલ્લા માં નળ છે પણ જળ આવતું નથી, ચુડેલ ગામે નળ મુકાયા ત્યારથી નળમાં જળ આવ્યુ નથી
ફારસરૂપ સાબિત થયેલી નલ સે જલ યોજનાની સિમેન્ટ ની કામગીરી પણ તકલાદી હોવાની લોકોમાં બુમ ઉઠી, યોજનાની કામગીરી લોકો વચ્ચે હાસ્યાસ્પદ બની
છોટા ઉદેપુર જિલ્લા માં આવેલ ૬ તાલુકાઓમાં અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો માં પ્રજાની પાણી ની સુવિધા ઓને અનુલક્ષીને નલ સે જલ યોજના અમલ માં મુકવામાં આવી હતી. જે હાલના તબક્કે ફારસરૂપ સાબિત થઈ છે. ઘણી જગ્યાએ નળ છે તો જળ આવતું નથી. જ્યારે ઘણી જગ્યાએ નળ અને પાઇપો તૂટેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે બનાવેલ સિમેન્ટ ની ચોકડી ના પોપડા પકડતા ની સાથે જ તૂટતાં જાય છે. આ યોજના અંતર્ગત પ્રજાને પાણીની સુખ સુવિધા ઘરે બેઠા મળી રહે તે અર્થે સરકારે આંધળો ખર્ચ કર્યો છે પરતું હાલ કપરા ઉનાળામાં પાણીની પરમ આવશ્યકતા હોય પણ પાણી નળમાં આવતું નથી. જે ભારે હાસ્યાસ્પદ લાગે છે.
આપણે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે આવેલ ચુડેલ ગામની ચુડેલ ગામ ખાતે આવેલ મસાણી ફળિયામાં બે વર્ષ અગાઉ નળ નાખવામાં આવ્યા પરતું આજદિન સુધી ટીપુ પાણી પણ આવ્યું નથી. જે બાબતે સ્થાનિક ગ્રામજનો રોષ ઠાલવી રહ્યા છે.
હાલના દિવસોમાં છોટા ઉદેપુર જિલ્લા ના ગ્રામીણ વિસ્તારો માં ઘણી જગ્યાએ પ્રજાને પાણી માટે વલખાં મારવાનો વારો આવે છે. યોજના અંતર્ગત ઘરે બેઠા પાણી મળતું ન હોય તેથી દૂર દૂર થી પાણી લાવવાનો સિલસિલો આજે પણ આદિવાસી પંથકમાં ચાલુ છે. એકવીસમી સદીમાં હાલ ભારત દેશ વિશ્વની મહાસત્તા સાથે ખભેખભા મિલાવી રહ્યું છે ત્યારે ગ્રામીણ વિસ્તારો માં હજુ પણ પ્રાથમિક સુવિધા ઓનો અભાવ જોવા મળી રહ્યો છે. સરકાર આદિવાસી પ્રજા ના વિકાસ માટે આંધળો ખર્ચ કરે છે છતાં સ્થળ ઉપર વિકાસ જોવા મળતો નથી પાણી જેવી ખુબજ જરૂરી એવી પ્રાથમિક સુવિધા છોટા ઉદેપુર જિલ્લા ના ચુડેલ ગામે પહોચતી નથી જે બાબતે તપાસ થવી ખૂબ જરૂરી છે. હાલમાં છોટા ઉદેપુર સહિત સમગ્ર દેશમાં શિયાળાની મોસમ ચાલી રહી છે ત્યારે પાણીની જરૂરિયાત ઓછી હોય પરતું હાલના કપરા ઉનાળામાં પ્રજાને પીવાનું પાણી પણ મળતું નથી તેવા સમયે શું પરિસ્થિતિ સર્જાશે તેનો તંત્રને અંદાજ છે ખરો? હાલ તો છોટા ઉદેપુર જિલ્લાના ચુડેલ ગામનીવસમસ્યા બહાર આવી છે. જ્યારે અગાઉ તેજગઢ પાસે આવેલા અછાલા ગામની સમસ્યા બહાર આવી હતી. અહીં આ યોજનાની કરાયેલી કામગીરી તદ્દન તકલાદી થયેલ હોવાની પ્રજા ફરિયાદ કરી રહી છે અગાઉ ખડખડ ગામની પણ આજ રીતની સમસ્યા પ્રકાશમાં આવી હતી. હજુ તપાસ કરીએ તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે. પરતું વજનના ભાર નીચે અને આળસના સકંજામાં તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ જેવો ઘાટ થતો હોય તેવું જોવા મળી રહ્યુ છે. આવનારા દિવસોમાં માં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ આવશે ત્યારે ગ્રામીણ વિસ્તારો માં શિયાળામાં જ પાણી ના હોય તો ઉનાળાની તો વાત જ શું કરવી. સરપંચ બનવાની હરીફાઈમાં અગાઉના વર્ષોમાં કરેલા આંધળા વિકાસના કામોના લેખાજોખા નો પ્રજા હિસાબ માંગશે.