વડોદરા
વડોદરા સયાજીપુરા ખાતે કેળવણી અને શાળા મહોત્સવ યોજાયો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત માણેકરાવ પ્રાથમિક શાળા સયાજીપુરામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. શાળા પ્રવેશોત્સવમાં બાલવાડીના 65 અને બાલવાટિકાના 58 તથા ધોરણ 1 થી 8 ના 39 વિદ્યાર્થીઓએ નવીન પ્રવેશ મેળવ્યો છે. શાળામાં નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી તેમને શાળામાં પ્રવેશ અપાવ્યો.ઉપરાંત તેમના ઉજ્જવળ કારકિર્દી માટે ઉપસ્થિત મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી હતી. આમ કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.