શહેરા- દારુનું કાટીંગ થાય તે પહેલા શહેરા પોલીસનો સપાટો, આઈસર ગાડીમાંથી 55 લાખ રુપિયાનો વિદેશી દારુનો જથ્થા સાથે એક ઝડપાયો, અન્ય ઈસમો ફરાર
શહેરા પોલીસે દારુની બોટલો તેમજ આઈસર ટ્રક સહીત રૂપિયા 65,45,488 લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

શહેરા
ગુજરાતમાં દારુબંધીની ભલે વાતો થતી હોય પણ પંચમહાલના દારુંબધીના લીરેલીરા ઉડયા હોય તેમ લાગી રહ્યું છે. શહેરા તાલુકાના સગરાડા ગામે શહેરા પોલીસે બાતમીના આધારે રાતે રેડ કરીને એક આઈસર ટેમ્પા માંથી લાખો રુપિયાનો વિદેશી દારુનો જથ્થો જપ્ત કર્યો છે.પોલીસે એક આરોપીને સ્થળ પરથી દબોચી લીધો હતો અને અન્ય સાત જેટલા આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે દારુની બોટલો જપ્ત કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દારુની બોટલો તેમજ આઈસર ટ્રક સહીત રૂપિયા 65,45,488 લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલની શહેરા પોલીસની ટીમને બાતમી મળી હતી શહેરા તાલુકાના સગરાડા ગામે કેટલાક ઈસમો ભેગા મળીને વિદેશી દારુ વેચવાનો ધંધો કરે છે. આથી બાતમીના આધારે શહેરા પોલીસની ટીમે ત્યા રેડ કરી હતી રાત્રેના તપાસમા રેડ કરતા ત્યા એક ટ્રક મળી આવી હતી.જેમા એક ઈસમ મળી આવ્યો હતો ત્યારે અન્ય માણસોને પોલીસ આવી હોવાની ગંધ આવી જતા ફરાર થઈ ગયા હતા. પોલીસે આઈસર ટ્રકમાં તપાસ કરતા ચોકી ઉઠી હતી અને દારુનો અધધધ જથ્થઓ મળી આવ્યો હતો. પોલીસ આઠ જેટલા આરોપીઓ (1) રમેશ ચીમાજી રાવ બાબર(2) સંતોષ બંદુ પેઠકર(3) ભારતભાઈ શનાભાઈ પગી(4) અર્જુનભાઈ લક્ષ્મણભાઈ પગી(5)ગણપતભાઈ નાનાભાઈ બારિયા(6) સંજયભાઈ પ્રવિણભાઈ બારિયા(7) જયદિપભાઈ અર્જુનભાઈ બારિયા (9) એક મોબાઈલ ધારક સામે પોલીસ ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ શહેરા