છોટાઉદેપુરના નગરપાલિકાનાના કલમ 70 બાબતે પ્રદેશક કમિશનરના ફેસલાની જોવાતી રાહ પૂર્વ સભ્યોના જીવ તાળવે
હાલમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હોય ત્યારે ભાવી મુરતિયા ભારે અવઢવમાં
છોટાઉદેપુર નગરપાલિકા ભ્રષ્ટાચારના મુદ્દે હંમેશા વિવાદમાં રહી છે. અને અવાર નવાર કૌભાંડો બહાર આવતા હોય છે. જે અંગે પૂર્વ પાલિકા ઉપ પ્રમુખ ઝાકિરભઇ દડી અને પૂર્વ સભ્ય મહેન્દ્રસિંહ અંબાલિયાએ કલમ 258 મુજબ કચરો તથા રાત્રી સફાઈનો ઠરાવ ન 37 રદ કરવા માટે પ્રાદેશિક કમિશનર ને અપીલ કરવામાં આવી હતી. જે સુનાવણી પ્રાદેશિક કમિશનરની કચેરીમાં ચાલતા પ્રાદેશિક કમિશનરે ઠરાવ 37 કલમ 258 હેઠળ રદ કર્યા હતો. જે બાબતે તત્કાલીન સત્તાધીશો દ્વારા મ્યુનિસિપલ કમિશ્નર કચેરી ગાંધીનગર ખાતે આ ફેસલાને પડકાર્યો હતો. પરંતુ મ્યુનિસિપલ કમિશનરે પ્રાદેશિક કમિશ્નરના ફેસલાને ગ્રાહ્ય રાખ્યો હતો જ્યારે કાર્યવાહી આગળ વધતા મ્યુનિપલ અધિનિયમ કલમ 70 મુજબ નગર પાલિકાને આર્થિક નુકસાન થયું છે. તે અંગેની સુનાવણી પ્રાદેશિક કમિશનર કચેરીએ ચાલી જતા તમામ પક્ષકારોને આ અપીલ સંદર્ભે લેખિત પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું.
જે અંગે પૂર્વ સત્તાધીશોના જવાબ લેખિત પુરાવા સાથે તારીખ તા 6/8/24 ના રોજ પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં સુનાવણી રાખવામાં આવી હતી. જે બાબતે અમુક સાત્તાધીશો દ્વારા જવાબ આપવામાં આવ્યા છે. જે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે હવે કલમ 70 બાબતે નગરપાલિકામાં છોટાઉદેપુર નગરને થયેલ આર્થિક નુકસાન કોના દ્વારા થયું કોણ કોણ જવાબદારો છે. જે બાબતે પ્રાદેશિક કમિશનરના હુકમની રાહ જોવાઇ રહી છે. જ્યારે નગરમાં પણ આ હુકમમાં ફેંસલોઃ શુ આવશે એ બાબતે ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે પૂર્વ સભ્યો ફરી ચૂંટણી લડવાના મૂડમાં હોય પણ જો ચુકાદો આવે તો આગળની કામગીરી ખબર પડે જેથી ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે.
( છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા રાત્રી જાહેર રસ્તા તથા ગટરોની અને ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટે 50 લાખની મર્યાદામાં 15 માં નાણાં પચમાંથી ઠરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ચેકડેમ ના બચત રૂ 1 કરોડ 18 લાખનો વધારાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. અને નગરમા આ બાબતે ખૂબ મોટું કૌભાંડ થયું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. જે અંગે અરજદારો દ્વારા થયેલ અપીલને ગ્રાહ્ય રાખવામાં આવી હતી. જ્યારે હવે સુ નિર્ણય આવે છે. જે બાબતે જોવાનું રહ્યું )