ઝાલોદ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા લીમખેડા ના રાધાકૃષ્ણ મંદિરે હિન્દુ સમાજ ને જાગૃત કરવા ની એક મહત્વ ની બેઠક યોજાઇ
હિંદુ સમાજને સંગઠિત થવા હાકલ
ઝાલોદ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા લીમખેડા ના રાધાકૃષ્ણ મંદિરે હિન્દુ સંગઠન હિન્દુ સંગઠન મજબૂત કરવા અને હિન્દુ સમાજ ને જાગૃત કરવા ની એક મહત્વ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
મીટીંગમાં મોટા પ્રમાણમાં હિન્દુ યુવાનો હાજર રહ્યા દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર સતત હિન્દુ સંગઠનને મજબૂત બનાવવા વિવિધ કામગીરી કરી રહેલ છે. હાલમાં જ સનાતન વર્લ્ડ પરિવારના મધ્ય ગુજરાતના ધર્માધ્યક્ષ તરીકે દાહોદના જગદીશદાસજી મહારાજની સંગઠન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી જેથી દરેક હિન્દુ ઉત્સવ તેમજ પ્રોગ્રામો ખૂબ ધામધૂમથી ઉજવી શકાય તેમજ હિન્દુ સંગઠનો અને હિન્દુ ધર્મ વિરુદ્ધ થતી પ્રવૃત્તિઓને ડામી શકાય. સનાતન વર્લ્ડ દ્વારા હિન્દુ પરિવારનો મુખ્ય આશય જે વિવિધ સંપ્રદાયમા વહેંચાયલો છે તે હિન્દુ તરીકે ઓળખ ઉભી કરી એક બની મજબૂત બને અને હિન્દુ હિત અને હિન્દુ સંગઠનને મજબૂત બને અને હિન્દુ હિતના કાર્યો કરે તે છે.
સનાતન વર્લ્ડ પરિવારના ગુજરાત પ્રદેશ પ્રચારક દ્વારા આજની મીટીંગમાં કહ્યું કે દરેકહિંદૂ જાતે હિન્દુ હોવાનો ગર્વ અનુભવે અને હિન્દુ સમાજ પર થતા કોઈ પણ અત્યાચાર અંગે બોલે તેમજ જરૂર પડે તો સંગઠનની મદદ પણ લે તેમજ જાતિમા વહેંચાયેલ હિન્દુ આજે એક બની હિન્દુ સમાજ માટે મદદરૂપ બને. આજની આ મીટીંગમાં ઝાલોદ નગરમાં સનાતન વર્લ્ડ પરિવારના વિવિધ પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. આજની મીટીંગ સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાત પ્રદેશ પ્રચારક રીંકેશ પ્રજાપતિ, દાહોદ જિલ્લા ઉપાધ્યક્ષ દેવ પીઠાયા,ઝાલોદ તાલુકા ઉપાધ્યક્ષ વિનય ચૌહાણ,ઝાલોદ તાલુકા ગૌ રક્ષા અધ્યક્ષ ભાવેશ પરમાર, ઝરો ઉપાધ્યક્ષ મેહરાજ પરમાર,ઝાલોદ નગર ઉપાધ્યક્ષ વિપુલ માલીવાડ, નગર સહ મંત્રી હરદેવ ચૌહાણ,સામાજીક કાર્યકર જીતેન્દ્ર શ્રીમાળી અને સંજેલી ગૌ રક્ષક પ્રમુખ અલ્કેશ કટારા ઉપસ્થિત રહ્યા હતા