ભોરદા ગામની સીમમાં દેશી હાથ બનાવટની એક નાળીવાળી બાર બોરની બંદુક તથા જીવતા કાર્ટીઝ સાથે એક ઈસમને ઝડપી પાડતી રંગપુર પોલીસ
ભોરદા ગામની સીમમાં દેશી હાથ બનાવટની એક નાળીવાળી બાર બોરની બંદુક તથા જીવતા કાર્ટીઝ સાથે એક ઈસમને ઝડપી પાડતી રંગપુર પોલીસ
ભોરદા ગામની સીમમાં બીલવાંટ નજીક આવેલ ડુંગરમાં કેટલાક માણસો ગેરકાયદેસર હથીયાર સાથે શીકાર કરવા આવેલ છે તેવી મળેલ ચોકકસ બાતમી ના આધારે ભોરદા ગામની સીમમાં રેઇડ કરતા એક આરોપી દેશીહાથ બનાવટની એક નાળીવાળી બાર બોરની બંદુક કિ.રૂ.૧૫,૦૦૦/- તથા જીવતા કાર્ટીઝ નંગ-૦૬ કિં.રૂ.૬૦૦ ની સાથે પકડાઇ ગયો હતો તથા સાથેના સહ આરોપીઓ પોત-પોતાની મો.સા. નંગ-૦૪ સ્થળ ઉપર મુકી આરોપી નં.૦૫ નાનો પોતાની પાસેની બંદુક લઇ ભાગી જતા પકડાયેલ બંદુક તથા કાર્ટીઝ નંગ –૦૬ તથા પકડાયેલ મો.સા.નં.૦૪ ની સાથે મળી કુલ કિંમત રૂ.૧,૩૦,૬૦૦/- નો મુદ્દામાલ મળી આવતા તેઓની વિરુધ્ધમાં ધી આર્મ એકટ કલમ ૨૫(૧–બી),(એ), જી.પી.એક્ટ.૧૩૫ મુજબ ગુનો રજી કરી આરોપી હેરીશ યુસુફ દેવરકીયા(ભીલ) ઉ.વ.૫૬ રહે.આમખુટ તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર ની અટક કરી સાથેના સહ આરોપીઓને શો કાઢવા ચક્રો ગતીમાન કરી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી છે.