છોટાઉદેપુર જિલ્લામાં જંતુનાશક દવાનો છટકાવ કરવા માગ ઊઠી
છોટાઉદેપુર જિલ્લામાં જંતુનાશક દવાનો છટકાવ કરવા માગ ઊઠી
છોટાઉદેપુર જિલ્લામાં હાલ દવાખાના અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. તેવા સમયે જનરલ હોસ્પિટલ ખાતે દર્દીને નીચે સુવડાવાનો વારો આવે છે. જગ્યાનો અભાવ હોય અને દર્દી વધુ હોય તંત્ર કરે પણ શું? પરંતુ આ બીમારીઓ બદલતા વાતાવરણ અને દૂષિત પાણીના કારણે આ રોગો થાય છે. પરંતુ ઘણા વિસ્તારોમાં ગંદકીના ઢગલા હોવાથી મચ્છરોનો ઉપદ્રવ તથા અન્ય જીવજંતુઓનો ત્રાસ વધી ગયો છે. જેથી લોકો ડેન્ગ્યુ, મેરેરિયા અને ટાઈફોડ જેવી બીમારીઓનો શિકાર થાય છે. જે પ્રજાના આરોગ્ય માટે ભારે નુકસાનકારક છે.
છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં મુખ્ય મોટા નગરો તથા અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં સાંજના સમયે મચ્છરો મોટી સંખ્યામાં ગણગણાટ કરતા હોય છે. પ્રજા ઘરની બહાર બેસી શકતી નથી. અને આ ગંદકી અને કીચડના કારણે મચ્છરો જોવા મળતા હોય છે. જે કરડવાથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારી થતી હોય છે. જે અંગે તાત્કાલિક ડીડીટી પાવડર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે.હાલ જે ડીડીટી પાવડર છંટકાવ કરવામાં આવે છે. તેની અસર મચ્છર ઉપર જોવા મળતી નથી. તેમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. જેથી પ્રજાના આરોગ્ય માટે સાવચેતીના પગલા ભરવામાં આવે અને મેલેરિયા તથા ડેન્ગ્યુથી બચવા ઠેર ઠેર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે તે જરૂરી છે.
( છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં તારીખ 1 – 9 – 24થી 18 – 9 -24 સુધી સરકારી ચોપડી નોંધાયેલા બીમારીના આકડા જેમાં ડેન્ગ્યુના ત્રણ કેસ, મેલેરીયાના બે કેસ, ઝાડા ઉલટીના ૩૧ કેસ, ઝાડાના ૧,૩૭૭ કેસ,તાવના ૪૦૮ કેસ અને વાયરલ ઇન્ફેક્શન ૭૫ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ બીમારીઓ વધુ ન ફેલાય માટે કાળજી રાખવી આવશ્યક છે. )